વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓને યુનિફોર્મ આપવા અંગેની સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓને યુનિફોર્મ આપવા અંગેની સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ 1 - image


વડોદરા, તા. 01 નવેમ્બર 2023, બુધવાર

વડોદરા મહાનગરપાલિકાના ચોથા વર્ગના તમામ અને ત્રીજા વર્ગના લાભ મેળવવા પાત્ર કાયમી કર્મચારીઓને પાલિકા તંત્ર દ્વારા યુનિફોર્મ આપવામાં આવે છે જે અંગે બાકી રહેલા કર્મચારીઓને યુનિફોર્મના નાણા રોકડેથી ચૂકવવા અને યુનિફોર્મની ખરીદી હવે પછી ગુજરાત રાજ્ય હાથ શાળ અને હસ્તકલા નિગમ પાસેથી ઓફર લેટર દ્વારા કરવાના બદલે ટેન્ડર પ્રક્રિયા દ્વારા ખરીદ કરવાનું કામ સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી અર્થે રજૂ કરાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાના ચોથા વર્ગના તમામ અને ત્રીજા વર્ગના લાભ મેળવવા પાત્ર કાયમી કર્મચારીઓને યુનિફોર્મ આપવામાં આવે છે.

આ અંગે અગાઉના બાકી રહેલા બ્લોક પેટે ચાર જોડી યુનિફોર્મના નાણા રોકડેથી ચૂકવવા અને યુનિફોર્મની ખરીદી હવે પછીથી સરકારી સંસ્થા ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા નિગમ લિમિટેડ પાસેથી ઓફર લેટર દ્વારા ખરીદ કરવાના બદલે નિયમ અનુસાર ટેન્ડર પ્રક્રિયા દ્વારા ખરીદ કરવાના કામને સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી છે.


Google NewsGoogle News