Get The App

સુરત પાલિકાની સ્થાયી સમિતિના ઠરાવમાં પાણી પુરવઠા પ્રોજેક્ટની કન્સલ્ટન્સીની દરખાસ્તમાં સુધારો કરવા સ્થાયી સમિતિ સમક્ષ રજુ

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
સુરત પાલિકાની સ્થાયી સમિતિના ઠરાવમાં પાણી પુરવઠા પ્રોજેક્ટની કન્સલ્ટન્સીની દરખાસ્તમાં સુધારો કરવા સ્થાયી સમિતિ સમક્ષ રજુ 1 - image


Surat Corporation : સુરત પાલિકાની સ્થાયી સમિતિïના દરખાસ્તથી વિપરીત પાણી પુરવઠાના પ્રોજેક્ટોની કન્સલ્ટન્સી અંગે કરવામાં આવેલા ઠરાવ નં. 1024/2023માં સુધારો કરવાની દરખાસ્ત રજુ કરવાની સુચના બાદ લાંબા સમય સુધી દરખાસ્ત રજુ ન થતાં મ્યુનિ. કમિશનરે પાલિકાના સિટી ઈજનેરને શો કોઝ નોટિસ ફટકારવા સાથે મહત્વના ખાતા આંચકી લીધા હતા. ત્યાર બાદ હવે આગામી સ્થાયી સમિતિમાં સ્થાયી સમિતિના ઠરાવમાં પાણી પુરવઠા પ્રોજેક્ટની કન્સલ્ટન્સીની દરખાસ્તમાં સુધારો કરવા સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે. જોકે, આ દરખાસ્તમાં કોઈ સ્પષ્ટ નિર્ણય નથી પરંતુ ઠરાવ નંબર 1024-2023માં મંજુર ભાવે અન્ય એજન્સી પાસે સંમતિ મેળવવા અથવા નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવા દરખાસ્તમાં સ્થાયી સમિતિને વિકલ્પ આપવામાં આવ્યો છે. 

પાલિકાની 12-જૂન 2023 ની સ્થાયી સમિતિમાં કન્સલન્ટન્ટ ડ્રેનેજ-સ્ટ્રોમ ડ્રેઈનની કામગીરી માટે દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. પરંતુ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં સંમતિપત્રક આપનાર કુલ-2 કન્સલટન્ટો પૈકી કન્સલટન્ટ ગ્રીન ડિઝાઇન એન્ડ એન્જિનિયરિંગ સર્વિસીસ પ્રા.લી.ને સુરત શહેરના વિસ્તારોમાં સુઅરેજ અને સ્ટોર્મ ડ્રેનેજ ની વિવિધ કામગીરી માટે પાંચ વર્ષની કામગીરી સોંપવા ઉપરાંત હદ વિસ્તરણ અને સમગ્ર શહેરના માસ્ટર પ્લાન ધ્યાને લેતા, તમામ કામોમાં એકરૂપતા જળવાઈ રહે તથા કામગીરીમાં સમયની બચત થાય તે હેતુસર પાણી પુરવઠાના આગામી કામો માટે કન્સલટન્ટ ગ્રીન ડિઝાઇન એન્ડ એન્જિનિયરિંગ સર્વિસીસ પ્રા.લી. જો ભાવ માટે સંમતિ દર્શાવે તો તેમને પણ કરાર કરવા માટેનો ઉમેરો કરી દેવાયો હતો.

 પાલિકાની સ્થાયી સમિતિએ કરેલા આ ઠરાવને પગલે વિભાગ દ્વારા હાઇડ્રોલીક વિભાગના પ્રોજેક્ટો બાબતે કન્સલ્ટન્સી સોંપવા પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ સમક્ષ રિપોર્ટ પણ રજૂ કર્યો હતો. જોકે, દરખાસ્તથી વિપરીત સ્થાયી સમિતિના નિર્ણયને કારણે મ્યુનિ.  કમિશનરે સ્પષ્ટ રીતે આ કામગીરી સોંપવા સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ ઉપરાંત તેઓએ પાલિકાના સિટી ઇજનેર અક્ષય પંડ્યાને સ્થાયી સમિતિના ઠરાવ નં.1024/2023માં સુધારો કરવાની દરખાસ્ત રજૂ કરવા સ્પષ્ટ સૂચના આપી હતી. જોકે, દોઢેક વર્ષ થી મ્યુનિ. કમિશનરે અનેક વખત સૂચના આપ્યા છતાં પણ કોઈ સુધારો રજુ કરવામા આવ્યો ન હતો. ત્યારબાદ સીટી ઈજનેર અક્ષય પંડ્યાને નોટિસ આપ્યા બાદ ખાતા લઈ લેવામાં આવ્યા હતા.

 આ વિવાદ બાદ આગામી સ્થાયી સમિતિમાં ઠરાવ નંબર 1024-2023 માં સુધારો કરવાની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. જોકે, આ દરખાસ્તમાં જુનો ઠરાવ રદ્દ કરવાની સીધી ભલામણ કરવામાં આવી નથી. પરંતુ સ્થાયી સમિતિના ઠરાવ નં.1024/2023, ની વિગતો પૈકી પાણી પુરવઠા  વિભાગના કામો માટે વિવિધ એજન્સીઓ પાસેથી સંમતિ પત્રક મંગાવીને અથવા ટેન્ડર પ્રક્રિયા કરીને સક્ષમ સત્તાની મંજૂરી મેળવીને આગળની કાર્યવાહી કરવાનો વિકલ્પ સાથે દરખાસ્ત રજુ કરવામાં આવી છે. 


Google NewsGoogle News