સરદારનગરમાં બે રહેણાકને નિશાન બનાવી ૧.૯૧ લાખની માલમત્તાની ચોરી
જામનગરમાં પોલીસની ટાઢ ઉડાડતા તસ્કરો
પરિવાર મકાનને તાળું મારી વતન જતા બંધ મકાનમાંથી ચોરી, અન્ય એક બંધ મકાનમાંથી પણ કર્યો હાથફેરો
જામનગરમાં સરદાર
નગર વિસ્તારમાં રહેતા અશોકભાઈ ધરમશીભાઈ ડાભી નામના વેપારી, કે જેઓ પોતાના
પરિવાર સાથે મકાનને તાળું મારીને પોતાના વતન જામ ગઢકા ગામે ગયા હતા. તે દરમિયાન પાછળથી
કોઈ તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી લઇ અંદરથી રૃપિયા એક લાખની રોકડ રકમ અને
સોના ચાંદીના દાગીના સહિત રૃ. ૧,૪૨,૪૫૦ ની માલમતા
ઉઠાવી ગયા હતા.
આ ઉપરાંત બાજુમાં સોસાયટીમાં રહેતા મુકેશભાઈ એભાભાઈ આહીરના
બંધ મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું અને તેમના મકાનમાંથી અંદાજે રૃ. ૪૯,૦૦૦ ની માલમતા
સહિત બંને મકાનોમાંથી કુલ ૧,૯૧,૫૨૫ની માલમતા
ચોરી કરી લઈ ગયા હતા. જે બનાવ અંગે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં
પી.એસ.આઇ.આર.ડી ગોહિલ અને તેમની ટીમે બનાવના સ્થળે પહોંચી જઈ વધુ તપાસ હાથ ધરી છે.