ગુજરાતના 4 IAS અધિકારીઓને પ્રમોશન, જયંતી રવી, અંજૂ શર્મા અને એસ જે હૈદરને બઢતી
નગરપાલિકાઓના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવાતા 42 ઓફિસરોની બદલીના આદેશ
ગાંધીનગર, 15 માર્ચ 2023 બુધવાર
ગુજરાતમાં એક તરફ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. બીજી તરફ આઈએએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. આજે રાજ્યના ચાર IAS અધિકારીઓને અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન અપાયા છે. જેમાં જયંતી રવી, અંજૂ શર્મા તેમજ એસ જે હૈદર અને જે પી ગુપ્તાને અધિક મુખ્ય સચિવ તરીકે બઢતી મળી છે.
શહેરી ગૃહનિર્માણ વિભાગે બદલીના આદેશ કર્યા
ગઈકાલે નગરપાલિકાઓના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવાતા 42 ઓફિસરોની શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે બદલીના આદેશ કર્યા હતા. સચિવાલય સામાન્ય સંવર્ગ પરના ઓફિસ આસિસ્ટ વર્ગ-3ને નાયબ સેક્શન અધિકારી વર્ગ-3માં તદ્દન હંગામી ધોરણે બઢતીના આદેશ કરાયા હતા.
હંગામી ધોરણે બઢતીના આદેશ કરાયા હતા
તે ઉપરાંત ગઈકાલે સચિવાલય સામાન્ય સંવર્ગ પરના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ને નાયબ સેક્શન અધિકારી વર્ગ-3માં તદ્દન હંગામી ધોરણે બઢતીના આદેશ કરાયા હતા. જેમાં ચાર અધિકારીઓને બઢતીના આદેશ કરાયા હતા.