BIG NEWS : અમરેલીમાં ખાનગી વિમાન દુર્ઘટનાગ્રસ્ત, એકનું મોત
Plane Crashes in Amreli: અમરેલીના ગીરિયા રોડ પર શાસ્ત્રીનગરમાં ખાનગી કંપનીનું વિમાન ક્રેશ થતાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. વિમાનમાં સવાર એક વ્યક્તિનું મોત થયું છે. વિમાન દુર્ઘટનાની જાણકારી મળતા જ પોલીસ કાફલો તથા ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
વિમાન કેવી રીતે ક્રેશ થયું તે અંગે તપાસ શરૂ
મળતી માહિતી અનુસાર, રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીનું વિમન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમ અને પોલીસ તંત્ર સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવની કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં એક જ વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. આ વિમાન ક્રેશના કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે, અને અધિકારીઓ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે.