હત્યાના કેસમાં પેરોલ પર છૂટ સાત વર્ષથી ફરાર કેદી પુણેની હોટલમાંથી ઝડપાયો
Vadodara : વડોદરાના થયાજીવન વિસ્તારમાં 20 વર્ષ પહેલા થયેલી હત્યાના બનાવવામાં આજીવન કેદની સજા ભોગવતો કેદી પર છૂટી ફરાર થઈ જતા પૂણેમાંથી ઝડપાઈ ગયો છે.
વર્ષ 2003માં સયાજીગંજ પલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી હત્યાના કેસમાં પકડાયેલા અર્જુન રામચંદ્ર પાર્ટે (સંત કબીર નગર, અકોટા) ને કોર્ટે આજીવન કેદની સજા ફરમાવતા તેને વડોદરા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો.
તા 6-7-2017 માં અર્જુનને સાત દિવસ માટે પેરોલ પર છોડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાર પછી તે જેલમાં હાજર થયો ન હતો. તેની તપાસ કરવા માટે જેલ સત્તાવાળાઓએ પોલીસને જાણ કરતા અર્જુનને શોધવામાં આવી રહ્યો હતો.
અર્જુન પુણેના લોહ ગામની રાજરત્ન હોટલમાં કામ કરતો હોવાની વિગતો મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ રાખ્યા બાદ તેને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં પેરોલ પર છૂટ્યા બાદ અર્જુન મહારાષ્ટ્ર ચાલ્યો ગયો હતો અને ત્યાં જુદી જુદી હોટલોમાં કામ કરતો હતો.