Get The App

રાજકોટની ખાનગી શાળામાં હોમવર્ક ન કરતી વિદ્યાર્થિનીને પ્રિન્સિપાલે ફટકારી, ઘટના CCTVમાં કેદ થઈ

Updated: Jan 30th, 2025


Google News
Google News
રાજકોટની ખાનગી શાળામાં હોમવર્ક ન કરતી વિદ્યાર્થિનીને પ્રિન્સિપાલે ફટકારી, ઘટના CCTVમાં કેદ થઈ 1 - image


Rajkot News : રાજકોટની ખાનગી શાળામાં હોમવર્ક ન કરતી વિદ્યાર્થિનીને પ્રિન્સિપાલે ઠપકો આપી માર માર્યો હતો. જેથી વિદ્યાર્થિનીને લાગી આવતા તે શાળામાંથી નીકળી ગઈ હતી પરંતુ પોતાને ઘરે પરત પહોંતી ન હતી. ભારે શોધખોળ બાદ પણ ન મળતા પરિવારે આખરે  વિદ્યાર્થિની ગુમ થવાની ફરિયાદ કરી, પોલીસે પણ તાબડતોબ તપાસ કરતા વિદ્યાર્થિનીને શોધી કાઢી હતી. બે દિવસ પહેલા બનેલી આ સમગ્ર ઘટનાના CCTV દ્રશ્યો વાઈરલ થયા છે. 

શાળામાંથી નીકળી પણ ઘરે ન પહોંચી

ઘટના રાજકોટમાં આવેલી તપન સ્કૂલની છે, કે જેમાં અભ્યાસ કરતી આઠમાં ધોરણની વિદ્યાર્થિની હોમવર્ક કરીને લાવી ન હતી, જેથી પ્રિન્સિપાલે તેને પહેલા તો ભારે ઠપકો આપ્યો અને બાદમાં માર પણ માર્યો હતો. ઘટના બાદ વિદ્યાર્થિની શાળા છોડીને નીકળી ગઈ હતી. પરંતુ તે તેના ઘરે નહોંતી ગઈ.. શાળાનો સમય પૂર્ણ થઈ ગયો હોવા છતાં પોતાની દીકરી ઘરે પરત ન ફરતા પરિવારના સભ્યો શાળાએ પોહોચ્યા હતા, પરંતુ દીકરી ત્યાંથી નીકળી ગઈ હતી. જેથી વાલીએ આખરે પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: VIDEO: CNG કારમાં ગેસ ભરતા સમયે સાવધાન! બારડોલીમાં ગેસ પાઇપ છટકતા કાર ચાલકને વાગી

કાઉન્સિલિંગ કર્યા બાદ પરિવારને સોંપાઈ દીકરી

ફરિયાદ બાદ પોલીસે તાબડતોબ તપાસ શરૂ કરી, શાળા અને તેના ઘર તરફ જતા રસ્તામાં આવતા અનેક સીસીટીવી તપાસ્યા તો ગુમ થયેલી દીકરી 150 ફૂટ રીંગ રોડ પરથી જતી નજરે પડી હતી. પોલીસે તાત્કાલિક તે વિસ્તારમાં પહોંચીને દીકરીને શોધી કાઢી હતી અને તેનું કાઉન્સિલિંગ કર્યા બાદ તેના પરિવારને સોંપી હતી. શાળામાં બનેલી સમગ્ર ઘટનાના બે દિવસ બાદ CCTV ફૂટેજ સામે આવ્યા હતા. મળતી માહિતી મુજબ, રાજકોટમાં છેલ્લા બે દિવસમાં ચારથી વધુ આવી ઘટનાઓ સામે આવી છે. 


Tags :
Rajkotstudentschool

Google News
Google News