સુરત: વડાપ્રધાનના કાર્યક્રમમાં લાભાર્થીઓને લઈ જવા પાલિકાની સીટી બસનો ઉપયોગ કરાશે

- વડાપ્રધાન નવસારી આવશે અને સુરતીઓને સિટી બસ ઓછી મળશે

- પાલિકાની 150થી વધુ સીટી બસ નવસારી લઈ જવાની હોવાથી અનેક રૂપ પર મુસાફરોને મુશ્કેલી પડશે

Updated: Feb 18th, 2024


Google NewsGoogle News
સુરત: વડાપ્રધાનના કાર્યક્રમમાં લાભાર્થીઓને લઈ જવા પાલિકાની સીટી બસનો ઉપયોગ કરાશે 1 - image


પ્રતિનિધિ દ્વારા સુરત રવિવાર

આગામી 22 મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં લાભાર્થીઓને લઈ જવા માટે 1000 થી વધુ બસ નો ઉપયોગ કરાશે. જેમાં 150 થી વધુ સીટી બસ નવસારી લઈ જવાય તેવું આયોજન થઈ રહ્યું છે. જેના કારણે વડાપ્રધાન નવસારી આવશે પરંતુ તે દિવસે સુરતના લોકોને સીટી બસમાં મુસાફરી કરવાની મુશ્કેલી પડી શકે છે.

આગામી 22મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી-બોરસી આવી રહ્યા છે. જેમાં પી.એમ.મિત્ર એપરેલ પાર્ક નું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમ સાથે સાથે વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી સુરત મહાનગરપાલિકાના 1130 કરોડના 14  વિકાસ કામોનું લોકાર્પણ તથા 2112 કરોડના 35 કામોનું ખાતમુહૂર્ત તેમજ સુડાનું 479 કરોડના એક કામ સહિત કુલ 3772  કરોડના 53 કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત  કરવામાં આવશે. 

નવસારી ખાતેના કાર્યક્રમમાં સુરત પાલિકાની  વિવિધ યોજનાના લાભાર્થી/જાહેર જનતાને સુરત તેમજ સુરત બહારના વિસ્તારમાં થી કાર્યક્રમ સ્થળે લાવવા લઈ જવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જ GSRTC ની બસ માટે સરકારી , અર્ધસરકારી, ખાનગી, સામાજીક ,ધાર્મિક સંસ્થા કેઝયુઅલ કોન્ટ્રાકટથી બસ ભાડે આપવાના માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ એ મંજૂર કરી છે. 

સુરત થી 1000 જેટલી  બસ લઈ જવા માટે આયોજન થઈ રહ્યું છે તેમાં સુરત મહાનગરપાલિકાની 150 થી 200 જેટલી સીટી બસ નો સમાવેશ થાય તેવી શક્યતા છે. 

સુરતમાં સીટી બસ હાઉસફુલ જઈ રહી છે ત્યારે 150 થી 200 બસ 22 તારીખે રૂટ પર ઓછી દોડશે જેના કારણે સુરતના મુસાફરોને હાલાકી નો સામનો કરવો પડી શકે છે. સુરતના રસ્તા પર ચાલતી ૨૦૦જેટલી સીટી બસ અચાનક ઓછી થઈ જશે તેની સીધી અસર પાલીકાના સામુહિક પરિવહન સેવા પર અસર પડશે.


Google NewsGoogle News