Get The App

સ્પેનના વડાપ્રધાનને ભોજનમાં ચટાકેદાર ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે, વાંચો સ્વાદિષ્ટ મેનૂ

રિંગણ-વટાણાનું શાક, ટીંડોળા-કાજુનું શાક, મગની દાળનો હલવો, પુરણપોળી, બાસુંદી, રબડી જેવા મિષ્ટાન

Updated: Oct 28th, 2024


Google News
Google News
સ્પેનના વડાપ્રધાનને ભોજનમાં ચટાકેદાર ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે, વાંચો સ્વાદિષ્ટ મેનૂ 1 - image


Gujarati dishes For Spain PM:  આજે (28 ઓક્ટોબર) વડોદરામાં બે-બે વડાપ્રધાન આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ બન્ને વડાપ્રધાન સવારે ટાટા-એરબસ દ્વારા સ્થાપીત સૈન્યના કાર્ગો પ્લેનના એસેમ્બલ માટેના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. જે બાદ બંને મહાનુભાવો વડોદરાના શાનદાર અને સુંદર લક્ષ્મિવિલા પેલેસ ખાતે બપોરનું ભોજન કરશે.

મળતી માહિતી અનુસાર પેડ્રો સાન્સેઝ અને તેમના પત્નીને શાહી ભોજનમાં ખાસ કરીને ચટાકેદાર ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે. ભોજનમાં સ્ટાર્ટરમાં મિક્સ ફ્રુટ સલાડ, વેજ સલાડ, સ્પાઈસી કર્ડ (મસાલા દહીં)જેવી વાનગીઓ મેઇન કોર્સમાં ઢોકળા, હાંડવી, ભજીયા, કચોરી, પુરી-રોટલી, ખીચડી-કઢી, રિંગણ-વટાણાનું શાક, ટીંડોળા-કાજુનુ શાક, ભીંડીના રવૈયા, છાસ અને વિવિધ પ્રકારની ચટણીઓ પીરસવામાં આવશે. મીઠાઈમાં મગનીદાળનો હલવો, પુરણપોળી, બાસુંદી, રબડી પીરસવામાં આવશે.

આ પણ વાંચો: PM મોદી અને સ્પેનના વડાપ્રધાન આજે વડોદરામાં, એરક્રાફ્ટ એસેમ્બલી ફેસિલિટીનું ઉદઘાટન કરશે

લક્ષ્મી વિલાસ પેલેસમાં મુલાકાતીઓ પર પ્રતિબંધ

ભારત અને સ્પેનના વડાપ્રધાનની લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાતને અનુલક્ષીને પેલેસ ખાતે પણ કિલ્લેબંધી કરી દેવામાં આવી છે.બંને દેશના વડાઓ આવે તે પહેલા લક્ષ્મી વિલાસ પેલેસમાં આજથી જ મુલાકાતીઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. આવતીકાલે સોમવારે પણ બંને દેશના વડાપ્રધાનની સાથે બહુ ગણતરીના મહાનુભાવો હાજર રહેશે.

Tags :
Spain-PMGujarati-dishesNarendra-Modi

Google News
Google News