Get The App

ગોડાદરા-દેવધ વિસ્તારમાં આવેલા ટી પી અને ડીપી રોડ પરથી દબાણો હટાવાયા

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
ગોડાદરા-દેવધ વિસ્તારમાં આવેલા ટી પી અને ડીપી રોડ પરથી દબાણો હટાવાયા 1 - image


સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન વિસ્તારમાંથી પસાર થતો અને સુરત પલસાણાને જોડતા મહત્વના 45 મીટરના રોડ પરના દબાણ દૂર કરવાની કામગીરી લિંબાયત ઝોન દ્વારા કરવામાં આવી હતી.

ગોડાદરા-દેવધ વિસ્તારમાં આવેલા ટી પી અને ડીપી રોડ પરથી દબાણો હટાવાયા 2 - image

ગોડાદરા-દેવધ વિસ્તારમાં આવેલા ટી પી અને ડીપી રોડ પરથી દબાણ હટાવી 5250 ચો.મી રોડ ખુલ્લો કરાયો છે. જેના કારણે આ રોડ પર આવેલા દેલાડવા, ડીંડોલી, કરાડવા વિગેરેના વસવાટ કરતા લોકોને અવર-જવર માટે ટ્રાફિક સમસ્યા હળવી થશે.

ગોડાદરા-દેવધ વિસ્તારમાં આવેલા ટી પી અને ડીપી રોડ પરથી દબાણો હટાવાયા 3 - image

સુરત પાલિકા દ્વારા છેલ્લા કેટલાક વખતથી પાલિકાના ટીપી અને ડીપીમાં જે રોડ જાહેર કરાયા હોય તે રોડ પર દબાણ છે તે દબાણો દુર કરવા સાથે અનામત પ્લોટનો કબ્જો લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે આજે લિંબાયત ઝોન દ્વારા પણ સુરત પલસાણા ને જોડતા મહત્વના રોડ પરથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ગોડાદરા-દેવધ વિસ્તારમાં આવેલા ટી પી અને ડીપી રોડ પરથી દબાણો હટાવાયા 4 - image

લિંબાયત ઝોને  ડ્રા.ટી.પી.સ્કીમ નં.૬૯ (ગોડાદરા-ડીંડોલી),ફા.પ્લોટ નં. ૧૪૭ થી ફા.પ્લોટ. ૧૫૪/એ સુધી સુડા બાઉન્ડ્રીને લાગુ 45મીટરની પહોળાઈ ધરાવતો ટી.પી.-ડી.પી. ઘણો જ મહત્વનો રોડ છે. આ રોડ ગોડાદરા-દેવધ રોડ તથા સુરત પલસાણા રોડને જોડી રહ્યો છે. આ રોડ પર સુરત ભુસાવલ રેલ્વે લાઈન પર રેલ્વે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. 

ગોડાદરા-દેવધ વિસ્તારમાં આવેલા ટી પી અને ડીપી રોડ પરથી દબાણો હટાવાયા 5 - image

આ મહત્વના રોડ પર કેટલીક જગ્યાએ દબાણો કરાયા હતા અને 10 જેટલી કોમર્શિયલ મિલ્કતોના પણ વધતા ઓછા દબાણ હોવાથી રોડ સાંકડો થતો હતો અને ટ્રાફિક સમસ્યા થતી હતી. આજે લિંબાયત ઝોન દ્વારા  પર સુરત મહાનગરપાલિકા તરફથી રસ્તા હેઠળની ખુલ્લી જમીન પર ફેન્સીંગ, ચેઈન લીંક તેમજ કમ્પાઉન્ડ વોલ  કરવામાં આવી હતી તે દૂર કરવામાં આવી હતી.

ગોડાદરા-દેવધ વિસ્તારમાં આવેલા ટી પી અને ડીપી રોડ પરથી દબાણો હટાવાયા 6 - image

આ ઉપરાંત 10 કોર્મશિલય મિલ્કતોના બીમ, કોલમ અને પતરાના શેડ તથા ચણતર ની દિવાલો પણ તોડવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી કરીને 550 રનીંગ મીટર તથા 52500 ચો.મી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. 

ગોડાદરા-દેવધ વિસ્તારમાં આવેલા ટી પી અને ડીપી રોડ પરથી દબાણો હટાવાયા 7 - image

આ રોડ પરથી દબાણ હટાવવાની કામગીરી થવાથી આ વિસ્તારમાં આવેલા લાડવા, ડીંડોલી, કરાડવા વિગેરેના વસવાટ કરતા લોકોને અવર-જવર માટે ટ્રાફિક સમસ્યા હળવી થતા લોકોને રાહત થશે. 

ગોડાદરા-દેવધ વિસ્તારમાં આવેલા ટી પી અને ડીપી રોડ પરથી દબાણો હટાવાયા 8 - image

ગોડાદરા-દેવધ વિસ્તારમાં આવેલા ટી પી અને ડીપી રોડ પરથી દબાણો હટાવાયા 9 - image


Google NewsGoogle News