Get The App

ઉમરેઠ પાલિકાનું 60.64 લાખ વીજ બિલ ભરવા પ્રમુખ અને ચીફ ઓફિસરને નોટિસ

Updated: Jan 5th, 2025


Google News
Google News
ઉમરેઠ પાલિકાનું 60.64 લાખ વીજ બિલ ભરવા પ્રમુખ અને ચીફ ઓફિસરને નોટિસ 1 - image


- એપ્રિલ- 2024 થી 58 વીજ જોડાણોનું બિલ બાકી

- 24 કલાકમાં બાકી બિલ નહીં ભરાય તો વીજ પુરવઠો કાપી નાખવાની એમજીવીસીએલ વિભાગની તાકીદ

આણંદ : ઉમરેઠ નગરપાલિકાનું ૫૮ વીજ જોડાણોનું એપ્રિલ મહિનાથી અત્યારસુધીનું રૂ.૬૦.૬૪ લાખથી વધુનું વીજ બિલ બાકી છે. પરિણામે એમજીવીસીએલ દ્વારા પાલિકાના પ્રમુખ કનૈયાલાલ શાહ અને ચીફ ઓફિસર ભારતીબેન સોમાણીને ૨૪ કલાકમાં વીજબિલ ભરવા નોટિસ ફટકારી છે. તેમજ વીજ બિલ નહીં ભરાય તો વીજ પુરવઠો બંધ કરવાની તાકીદ કરી છે.

ઉમરેઠ નગરપાલિકા વિસ્તારમાં વોટરવર્ક્સની હેવી લાઈનો, સ્ટ્રીટ લાઈટ અને કોમર્શિયલ લાઈનોના કુલ ૫૮ કનેક્શન લેવામાં આવ્યા છે. ઉમરેઠ પાલિકા દ્વારા આ વીજ કનેક્શનનોનું તા.૧ એપ્રિલ ૨૦૨૪થી અત્યારસુધીનું વીજબિલ ન ભરતા રૂ.૬૦,૬૪,૯૫૬ બિલ બાકી પડે છે. પરિણામે એમજીવીસીએલ વિભાગ દ્વારા પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને શનિવારે નોટિસ ફટકારી હતી. બાકી પડતા નાણાં ૨૪ કલાકમાં ભરપાઈ કરવામાં નહીં આવે તો પાલિકાના સ્ટ્રીટ લાઈટના જોડાણનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવશે તેવી તાકીદ કરી હતી. પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની બેદરકારીના કારણે નગરજનોને અંધારપટનો સામનો કરવાની નોબત આવશે તેવા આક્ષેપ ઉઠયા છે. આ અંગે પાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરતાં તેમણે ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી. 

જ્યારે પાલિકા પ્રમુખએ જણાવ્યું હતું કે, તા.૨ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ બાવન લાખ રૂપિયાનો ચેક ઉમરેઠ એમજીવીસીએલમાં જમા કરાવ્યો છે. 

જ્યારે પાલિકાના વાર્ષિક ટેક્સની રકમ કેટલી છે તે બાબતે મારે જોવું પડશે તેમ જણાવ્યું હતું. આ અંગે એમજીવીસીએલના નાયબ ઈજનેરે જણાવ્યું હતું કે, બાવન લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો તે ગત માર્ચ મહિના સુધીના બાકી બિલનો હતો. હાલમાં પાલિકાનું રૂ.૬૦ લાખ ઉપરનું બિલ બાકી છે. તેમજ એમજી વીસીએલના એકાઉન્ટન્ટે જણાવ્યું હતું કે, ઉમરેઠ પાલિકા માર્ચ મહિનાથી માર્ચ સુધી બાકી રકમ ખેંચે છે.  


Tags :
UmrethMunicipalityelectricity-bill

Google News
Google News