એસ.ટી. કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે નિગમના મેનેજમેન્ટને રજૂઆત
- એસ.ટી. કર્મચારી મહામંડળની વાર્ષિક સભા પૂર્ણ થયા બાદ
- ડ્રાઈવરની હાલની ભરતીમાં વિલંબ થાય તેમ હોય તો કરાર આધારિત ભરતી કરવા, એપ્રિલના પગારમાં એરિયર્સ સાથે 3 ટકા મોંઘવારી ચૂકવી આપવા રજૂઆત
આ અંગેની પ્રાપ્ય વિગત અનુસાર આજે જીએસઆરટીસીમાં એસ. ટી. કર્મચારી મહામંડળની વાષક સાધારણ સભા યોજાઈ હતી. જે પૂર્ણ થયા બાદ નવનિયુક્ત પ્રમુખ દિલીપસિંહ ગોહિલ, મહામંત્રી નરેન્દ્રસિંહ મકવાણા (બટુકસિંહ ), ધીરેન્દ્રસિંહ સોલંકી, કા. પ્રમુખ જયુભા. ડી. જાડેજા, કા. પ્રમુખ કનુભાઈ બારોટ તેમજ કર્મચારી મંડળના પ્રમુખોે અને મહામંત્રીઓએ નિગમના મેનેજમેન્ટ સાથે કર્મચારીઓના વર્તમાન ગંભીરતા ધરાવતા પ્રશ્નો જેવા કે,રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલ ૩ ટકા મોંઘવારી એપ્રિલના પગારમાં એરીયર્સ સાથે ચૂકવી આપવા, નિગમમાં કંડક્ટરની વધુ ઘટના કારણે નિગન અને કર્મચારીઓમાં વધારે હેરાન ગતિ હોય તાત્કાલિ ટૂંક સમયમાં નવી નિમણુંક કરવા, ડ્રાઈવરની ઘટ સામે હાલની ભરતીમાં વાર લાગે એમ હોય તો તાત્કાલિ ધોરણે કરાર આધારિત હાલની ભરતીમાં પાસ થયેલ લિસ્ટમાં નામ આવેલ ડ્રાઈવરની ભરતી કરવા, વર્ષ ૨૦૨૪-૨૫નો રજાનો પગાર તાત્કાલિક ધોરણે ચૂકવવા, નિગમના કર્મચારીઓમાં ખાસ કંડક્ટરો જૂની ભરતીના કંડકટર કર્મચારીઓ માટે વતનનો લાભ ખુબજ વહેલી તકે મળે, ડ્રાઈવર તેમજ ટ્રાફિક કંટ્રોલર (ટી.સી.)માંથી એ.ટી.આઈ.માં બઢતીની સિનિયોરીટી માટેની વિસંગતતા છે તેમાં ખાસ બન્ને કક્ષામાંથી ૬૦ ટકા ડ્રાઈવર અને ૪૦ ટકા ટી.સી. પ્રમોશન માટે લિસ્ટ બનાવી પ્રાથમિકતા આપવા રજૂઆત કરાઈ હતી અને તાત્કાલિક નિરાકરણ કરવા માંગ કરાઈ હતી. જે સંદર્ભે મેનેજમેન્ટ તરફથી ખુબ જ ઓછા સમયમાં નિરાકરણ માટે હકારાત્મકતા દાખવાઈ હતી.
દરમિયાનમાં, કર્મચારી મહામંડળમાં માનદ સેવા આપતા કર્મચારી રામુભાઈને આંખની તકલીફના કારણે હોસ્પિટલ ખર્ચ માટે એસટી કર્મચારી મહામંડળ તરફથી ૫૧૦૦૦ તેમજ એસટી કર્મચારી મંડળના દરેક વિભાગ પ્રમુખે અને જી. એસ. તરફથી ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે કુલ ૧૮૬૦૦૦/- ની નાણાંકીય મદદ કરી હતી.