Get The App

દુધરેજના ફુલવાળી વિસ્તારની મહિલાઓની પ્રાથમિક સુવિધા મુદ્દે રજૂઆત

Updated: Jan 23rd, 2025


Google News
Google News
દુધરેજના ફુલવાળી વિસ્તારની મહિલાઓની પ્રાથમિક સુવિધા મુદ્દે રજૂઆત 1 - image


- સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચિમકી

- રોડ, રસ્તા, પાણી સહિતની સમસ્યા અંગે તંત્ર ઠાલા વચનો આપતા સ્થાનિકોમાં આક્રોષ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે દુધરેજના ફુલવાળી વિસ્તારમાં રહેતા મહિલાઓ અને રહિશોએ પ્રાથમિક સુવિધાઓ મુદ્દે ઉગ્ર રજુઆતો કરી હતી. આગામી દિવસોમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.

દુધરેજના ફુલવાળી વિસ્તારમાં ઘણા વર્ષોથી તત્કાલીન સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના સત્તાધીશો દ્વારા રસ્તા, ગટર, પાણી, સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવી નથી જેના કારણે અહીં વસતા અનેક પરિવારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ અંગે અગાઉ પણ તત્કાલીન પાલિકાના સત્તાધીશોને મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. ત્યારે પડતર પ્રશ્નોનો ઉકેલ લાવામાં આવે તેવી આશા સાથે મોટી સંખ્યામાં ફુલવાળી વિસ્તારના મહિલાઓ અને રહિશો મનપા કચેરી ખાતે ઉમટી પડયા હતા અને પ્રાથમિક સુવિધાઓ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી.


Tags :
DudhrejPhulwali-areawomenPresentation

Google News
Google News