જામનગરની શાળાઓ વેકેશનમાં બંધ રહે તેની તકેદારી રાખવા યુવક કોંગ્રેસ અને એન એસ યુ આઈની રજૂઆત

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
જામનગરની શાળાઓ વેકેશનમાં બંધ રહે તેની તકેદારી રાખવા યુવક કોંગ્રેસ અને એન એસ યુ આઈની રજૂઆત 1 - image


                                                       Image Source: Freepik

જામનગર તા. 9 નવેમ્બર 2023 ગુરૂવાર

રાજ્યમાં તા. ૯ થી ર૯ નવેમ્બર સુધીનું દિવાળી વેકેશન જાહેર કરાયું છે, પરંતુ કેટલીક શાળાઓએ વિદ્યાર્થીનું વેકેશન ટૂંકાવી દેવાની પેરવી કરી છે. આ અંગે આજે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

જામનગરની અનેક શાળાઓએ વિદ્યાર્થીને વેકેશન પૂર્ણ થાય તે પહેલા જ શાળામાં આવી જવાની સૂચના આપી છે. જે નિયમથી વિરૃદ્ધ છે. આ સમયે યુનિફોર્મ પહેર્યા વગર જ શાળામાં આવવાની સૂચના વિદ્યાર્થીઓને આપી દેવામાં આવી છે.

આથી યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ. દ્વારા આજે જામનગર જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, કોઈપણ શાળા વેકેશનમાં ખુલે નહીં તેની તકેદારી રાખવામાં આવે અને નિયમ વિરૃદ્ધ વેકેશનમાં શાળામાં શિક્ષણ કાર્ય કરવામાં આવે નહીં તેનું ધ્યાન રાખવા રજૂઆત કરવામાં આવી છે. 

જો વેકેશનમાં શાળા ખોલવામાં આવશે તો યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા શાળા બંધ કરાવવામાં આવશે તેવી ચિમકી પણ આપવામાં આવી છે. આ આવેદનપત્ર પાઠવતા સમયે યુવક કોંગ્રેસના પ્રમુખ ડો. તૌસીફખાન પઠાણ, યુવક કોંગ્રેસ ગુજરાતના મંત્રી શક્તિસિંહ જેઠવા, એન.એસ.યુ.આઈ.ના શહેર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ અને ગુજ.ના મહામંત્રી મહિપાલસિંહ જાડેજા વગેરે જોડાયા હતાં.


Google NewsGoogle News