સયાજી અને ગોત્રીમાં આઇસોલેશન વોર્ડની તૈયારીઓ પૂર્ણ
ટેસ્ટિંગ કિટની જોવાતી રાહ : લોકલ લેવલે દવાઓની ખરીદી માટે મંજૂરી માંગી
વડોદરા, ચીનથી ફેલાયેલા એચ.એમ.પી.વી. વાયરસને ધ્યાને લઇ સયાજી હોસ્પિટલનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આજે ઓક્સિજન પ્લાન્ટની પણ સાફ સફાઇ કરવામાં આવી હતી. આવતીકાલે ટેસ્ટિંગ કિટ આવ્યા પછી ટેસ્ટ શરૃ કરવામાં આવશે.
સંભવિત એચ.એમ.પી.વી. વાયરસના સંક્રમણને ધ્યાને લઇ સયાજી હોસ્પિટલમાં તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડને તૈયાર કરવામાં આવ્યો છે. માઇક્રો બાયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા ચાર કિટની માંગણી કરવામાં આવી છે. એ કિટમાં ૧૦૦ સેમ્પલ લઇ શકાય છે. આ ઉપરાંત લોકલ લેવલે દવાઓ અને કિટ ખરીદવાની મંજૂરી પણ સરકાર પાસે માંગવામાં આવી છે. પ્રાથમિક તૈયારીના ભાગરૃપે સયાજી હોસ્પિટલ ઉપરાંત ગોત્રી હોસ્પિટલમાં પણ વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યા છે.