Get The App

લોકસભાની ચૂંટણીની તૈયારી : 1.32 લાખ બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ

આચાર સંહિતાના અમલ માટે નોડલ ઓફિસર નિમણૂક કરાઇ

નિષ્પક્ષ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે હેતુસર 460 અધિકારીઓની બદલી, હથિયારો જમા કરાવવાનું શરૂ કરાશે

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
લોકસભાની ચૂંટણીની તૈયારી : 1.32 લાખ બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ 1 - image


Election Commission Fully Prepared:  તા.17મી માર્ચ પછી ગમે તે ઘડીએ લોકસભાની ચૂંટણીનું એલાન થઇ શકે છે. આ જોતા ગુજરાતમાં આચાર સંહિતાનુ અમલ કરવા ચૂંટણી પંચ સજ્જ થયુ છે. ચૂંટણી દરમિયાન કાયદો-વ્યસસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે, અસામાજીક તત્વોને પર દેખરેખ રાખી શકાય તે માટે 1.32 લાખ બિનજામીન પાત્ર વોરંટ ઇસ્યુ કરાયા છે. આ ઉપરાંત જિલ્લાઓમાં નોડલ ઓફિસરોની નિમણૂંકો પણ કરી દેવામાં આવી છે. 

ગુજરાતમાં આદર્શ આચાર સંહિતાના પાલન માટે માર્ગદર્શન 

લોકસભાની ચૂંટણી જાહેર થતા જ ગુજરાતમાં આદર્શ આચાર સંહિતાના પાલન થાય તે માટે મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીના માર્ગદર્શન મુજબ, તમામ જિલ્લાઓમાં અધિકારીને આદર્શ આચારસંહિતા અને તેની અમલવારીની કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત, મતદારો પ્રભાવિત ન થાય અને નિષ્પક્ષ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી બદલી અને નિમણૂંકની નીતિ અનુસાર ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા 460 અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરાઇ છે. 

વ્યવસ્થાની જાળવણી સંબંધિત આદેશ 

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આવશ્યક પગલાં લેવા મુખ્ય નિર્વાચન અધિકારીએ જિલ્લા ચૂંટણી અધિકારીઓ તથા  જિલ્લા પોલીસ વડાઓને સૂચનાઓ આપી છે. દારૂના વેચાણ, પરવાનાવાળા હથિયારો ધારણ કરવા, હથિયારોના પરવાના આપવા, સોશિયલ મીડિયાના દૂરૂપયોગ, પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઈલ-સ્માર્ટ ફોન લઇ જવા અંગે પ્રતિબંધાત્મક આદેશ આપવામાં આવ્યા છે. સાથે સાથે જેલના કેદીઓ પર દેખરેખ અને ચૂંટણીલક્ષી ગુનાઓ પરત્વે હાથ ધરવાની કાર્યવાહી સહિતના કાયદો અને વ્યવસ્થાની જાળવણી સંબંધિત પગલાં ભરવા પણ આદેશ અપાયા છે. 

લોકસભાની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ

ચૂંટણી જાહેર થાય કે તરત જ રાજ્યભરમાં પરવાનાવાળા હથિયારો જમા કરવાની કાર્યવાહી શરૂ કરી દેવાશે. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય અને મતદારો નિર્ભય રહીને પોતાના મતાધિકારનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી શકે તેવી રાજ્યના ચૂંટણી પંચે વ્યવસ્થા કરી છે. આમ, લોકસભાની ચૂંટણીને લઇને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. દારૂની હેરાફેરી અટકાવી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જિલ્લા પોલીસવડાને સૂચના અપાઇ છે. 

લોકસભાની ચૂંટણીની તૈયારી : 1.32 લાખ બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ 2 - image


Google NewsGoogle News