Get The App

રાજકોટમાં પ્રિમોન્સૂન ધોધમાર વરસાદ, મોરબી-વાંકાનેર હાઈવે પર પણ ઝાપટું

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
રાજકોટમાં પ્રિમોન્સૂન ધોધમાર વરસાદ, મોરબી-વાંકાનેર હાઈવે પર પણ ઝાપટું 1 - image


ચોમાસુ ગુજરાતમાં પ્રવેશીને સુસ્ત પણ સાયક્લોનિક સર્ક્યુલેશનથી  : રાજકોટ-અમદાવાદમાં 50 KMની ઝડપે મીની વાવાઝોડુ ફૂંકાયુંઃ સામાન્ય વરસાદે મનપા કચેરી પાસે પાણી ભરાયું, ગરમીમાં રાહત

રાજકોટ, : ગુજરાતમાં તા. 11ના વાપી,વલસાડ અને નવસારી સુધી ચોમાસાનો સત્તાવાર પ્રવેશ થયા બાદ સુરતના કાંઠે આવીને ચોમાસુ આગળ વધતું અટકી ગયું છે અને આગામી ત્રણ-ચાર દિવસમાં તે છત્તીસગઢ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ વગેરે રાજ્યોમાં આગળ વધવાની સંભાવના છે પરંતુ, ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ચોમાસુ બેસવાની નજીકના સમયમાં સંભાવના મૌસમ વિભાગ અનુસાર નથી ત્યારે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત સ્થાનિક પરિબળોની અસરથી ડાંગમાં અર્ધો ઈંચ અને રાજકોટમાં ધોધમાર ઝાપટાંરૃપે વરસાદ વરસ્યો હતો. 

રાજકોટમાં ઢેબરરોડ, જ્યુબિલી,યાજ્ઞિાકરોડથી માંડીને યુનિવર્સિટી રોડ સહિત વ્યાપક વિસ્તારોમાં વરસાદથી માર્ગો પર પાણી વહેતા થયા હતા. મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી પાસે સામાન્ય વરસાદે જ રસ્તા પર પાણી ભરાયા હતા. મોડી સાંજે પણ ઝરમર વરસાદ જારી રહ્યો હતો. વરસાદથી સતત અસહ્ય તાપનો સામનો કરતા રાજકોટમાં આજે પારો 2 સે. ઘટીને મહત્તમ તાપમાન ૩૯.૫ સેએ પહોંચ્યું હતું અને બફારામાં રાહત અનુભવાઈ હતી. મોરબી-વાંકાનેર હાઈવે પર આજે સાંજે વરસાદી ઝાપટું વરસી જતા લોકોને અસહ્ય ઉકળાટમાં રાહત મળી હતી. સૌરાષ્ટ્રવાસીઓ હજુ ધોધમાર અને સચરાચર વરસાદની રાહ જોઈ રહ્યા છે. 

મૌસમ વિભાગે આવતીકાલે ગાજવીજ અને તીવ્ર પવન સાથે ડાંગ,નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. આજે પણ આગાહી અમરેલી,ભાવનગર પંથક માટે હતી પરંતુ, વરસાદ રાજકોટ પંથકમાં વરસી પડયો હતો. 

અમદાવાદ અને રાજકોટમાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ 50 KM ની ઝડપે તેમજ કચ્છમાં 46 KMની ઝડપે અને અન્યત્ર પણ 20થી 30 કિ.મી.ની ઝડપે તીવ્ર પવન ફૂંકાયો હતો. છેલ્લા ઘણા દિવસથી તીવ્ર પવન ફૂંકાવા સાથે વાદળો બંધાતા નથી. આજે સર્વાધિક તાપમાન 41.7 સે. સુરેન્દ્રનગરમાં, વલ્લભવિદ્યાનગર,ગાંધીનગરમાં તાપમાન 41 સે.ને પાર તથા અમરેલીમાં 40.3  સે.અને અન્યત્ર 40 સે.થી નીચે રહ્યું હતું.


Google NewsGoogle News