Get The App

વિરોધ વચ્ચે જૂનાગઢમાં અંબાજી મંદિરના નવા મહંત તરીકે પ્રેમગીરી બાપુની નિમણૂક, વિવાદ હજુ પણ યથાવત્

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
વિરોધ વચ્ચે જૂનાગઢમાં અંબાજી મંદિરના નવા મહંત તરીકે પ્રેમગીરી બાપુની નિમણૂક, વિવાદ હજુ પણ યથાવત્ 1 - image


New Mahant Of Ambaji Temple In Junagadh : જૂનાગઢમાં અંબાજી મંદિરના મહંત તનસુખગીરી મહારાજ બ્રહ્મલીન થયા બાદ નવા મહંતની નિમણૂકને લઈને વિવાદ ઊભો થયો છે, ત્યારે હવે વિરોધ વચ્ચે અંબાજી મંદિરના નવા મહંતની નિમણૂક કરવામાં આવી છે. જેમાં અખાડા પરિષદે પ્રેમગીરી બાપુની મહંત પદે નિયુક્તિ કરી છે. 

નવા મહંતની નિમણૂક, તનસુખગીરી બાપુના પરિવારનો વિરોધ

જૂનાગઢમાં ભવનાથના મહંત સહિત સાધુઓએ પ્રેમગીરી મહારાજની નિમણૂક કરી છે, ત્યારે બ્રહ્મલીન તનસુખગીરી મહારાજના પરિવારોએ ઉગ્ર વિરોધ કર્યો. બ્રહ્મલીન તનસુખગીરી મહારાજના પરિવારજનોએ માગ કરી છે કે, અમારી પરંપરામાંથી અંબાજી મંદિરની ગાદી આપવામાં આવે. અન્ય મહંતની ચાદરવિધિ કે જાહેરાત સ્વીકારવામાં નહીં આવે.

આ પણ વાંચો : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગ-અંબાલાલ પટેલની આગાહી

પ્રેમગીરી બાપુએ કહ્યું કે, ગાધિપતિ કોઈ કાંઈ લખીને અથવા કોઈ ઉત્તરાધિકારી નિયુક્ત કરીને ગયા હોત તો કોઈ વિરોધ ન થાત. જ્યારે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના ઈન્દ્રભારતી બાપુએ કહ્યું કે, આજે અખાડાની સર્વે સંતોએ નિર્ણય લઈને પ્રેમગીરી મહારાજને મહંત ઘોષિત કર્યા છે. 


Google NewsGoogle News