નાના વરાછામાં ઘુંટણની તકલીફથી પ્રૌઢાએ ફાંસો ખાધો
- ડીંડોલીમાં મહિલા, ઉત્રાણમાં યુવાન અને પાંડેસરામાં પ્રોઢે આત્મહત્યા કરી
સુરત,:
સુરતમાં
આપધાતના ચાર બનાવમાં સરથાણામાં ધુંટણની તકલીફના લીધે પ્રોઢા, ડીંડોલીમાં મહિલા,
ઉત્રાણમાં યુવાન અને પાંડેસરામાં પ્રોઢે આત્મહત્યા કરી હતી.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ સરથાણામાં નાના વરાછામાં યોગેશ્વર રો હાઉસમાં રહેતા ૫૬ વર્ષીય ગીતાબેન રમણીકભાઇ ધામી બુધવારે સાંજે ઘરમાં પંખા સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પોલીસે કહ્યુ કે, ગીતાબેન મુળ રાજકોટના ઉપલેટાના વતની હતા. તેમને ધુંટણમાં તકલીફ હોવાથી કટાંળી જઇને આ પગલુ ભર્યુ હતુ. તેમને સંતાનમાં એક પુત્રી છે. તેમના પતિ વોચમેનનું કામ કરે છે. બીજા બનાવમાં ડીંડોલીમાં સંતોષીનગરમાં રહેતા ૩૮ વર્ષીય રીટાબેન જયપ્રકાશ દુબે બુધવારે સાંજે ઘરમાં કોઇ કારણસર એંગલ સાથે ગમછો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. તે મુળ ઉતરપ્રદેશના વતની હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમના પતિ રીક્ષા ચલાવે છે. ત્રીજા બનાવમાં મોટા વરાછામાં દ્રારકેશ સોસાયટીમાં રહેતો ૨૬ વર્ષીય અશ્વિન સવજીભાઇ પુરબીયા બુધવારે બપોરે ઘરમાં કોઇ કારણસર ટેન્શનમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો હતો. જયારે તે મુળ ભાવનગરમાં પાલીટાણાનો વતની હતો. તે પ્રાઇવેટ સફાઇ કામ કરે છે. ચોથા બનાવમાં પાંડેસરામાં નાગસેનનગરમાં રહેતા ૫૯ વર્ષીય શ્રવણ ગંગારામ સોનવણે આજે સવારથી બપોર દરમિયાન ઘરમાં અગમ્ય કારણસર લોખંડના હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. તેને ત્રણ સંતાન છે. તે છુટક મજુરી કામ કરતા હતા.