સફળતા માટે પોતાના પર વિશ્વાસ જરૂરી, ના શબ્દ મારી ડીક્ષનરીમાં નથી, પ્રજ્ઞાચક્ષુ ઉદ્યોગપતિ શ્રીકાંત બોલાની વડોદરાના કાર્યક્રમમાં હાજરી

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
સફળતા માટે પોતાના પર વિશ્વાસ જરૂરી, ના શબ્દ મારી ડીક્ષનરીમાં નથી, પ્રજ્ઞાચક્ષુ ઉદ્યોગપતિ શ્રીકાંત બોલાની વડોદરાના કાર્યક્રમમાં હાજરી 1 - image


Vadodara : જિંદગી રોલર કોસ્ટરની રાઇડ જેવી છે ઉતાર ચઢાવવા આવ્યા કરતા હોય છે. દરેકે આપદામાં અવસર જોવાની જરૂર છે તેમ શૂન્યમાંથી સર્જનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડનાર અને 500 કરોડની ઇન્ડસ્ટ્રી ઊભી કરનાર પ્રજ્ઞા ચક્ષુ ઉદ્યોગપતિ શ્રીકાંત બોલાએ એક વાતચીતમાં જણાવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે શ્રીકાંત બોલા પરથી બનેલી બોલીવુડ ફિલ્મ તાજેતરમાં રજૂ થઈ હતી. નાનપણથી દ્રષ્ટિ ગુમાવનાર શ્રીકાંત બોલા આજે ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપતી વૈશ્વિક સંસ્થા ટાઈની વડોદરામાં યોજાયેલી કોન્ફરન્સમાં હાજરી આપવામાં માટે આવ્યા હતા. 

પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે ના શબ્દ મારી ડીક્ષનરીમાં નથી. લોકો મને કહેતા હતા કે તું અંધ છે અને તારાથી કશું નહીં થાય.. જ્યારે મેં કચરાનો બિઝનેસ શરૂ કર્યો ત્યારે પણ લોકોએ મને ગંદો માણસ કહ્યો હતો. પણ મેં મારી જાતમાં વિશ્વાસ રાખ્યો હતો અને મારા ડર પર વિજય પ્રાપ્ત કર્યો હતો. ઉભરતા ઉદ્યોગ સાહસિકોને પણ હું આજ સંદેશ આપવા માગું છું કે તમારી જાત પર વિશ્વાસ રાખજો.

\બાયો ડીગ્રેડેબલ પ્રોડક્ટ બનાવવાની ફેક્ટરી નાખનાર બોલાએ કહ્યું હતું કે હજી પણ મારે જીવનમાં ઘણું કરવાનું બાકી છે. આગામી દિવસોમાં   200 જેટલા દિવ્યાંગોને નોકરી આપવાનું ટાર્ગેટ છે. આગામી 10 વર્ષમાં મારું લક્ષ દેશના રાષ્ટ્રપતિ બનવાનું છે પરંતુ હું તેના માટે રાજકારણીઓની પાછળ ભાગવા નથી માંગતો મારા કાર્યોની નોંધ લઈને તેઓ મને આ જગ્યાએ પહોંચાડશે ડોક્ટર અબ્દુલ કલામ પણ ક્યારેય સામેથી રાષ્ટ્રપતિ બનવા માટે કોઈની પાસે ગયા નહોતા. રાષ્ટ્રપતિ બનીને હું પ્રેરણાદાયી કાર્યો થકી સિસ્ટમ સુધારવા માંગું છું 

એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે દેશનું આર્થિક ભવિષ્ય ઉજળું છે, પરંતુ સરકારે એમએસએમઈ પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. નાના ઉદ્યોગો માટે મોટા ઉદ્યોગો જેવી ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસની સ્થિતિ નથી તેમના માટે નિયમો હળવા કરવાની જરૂર છે.


Google NewsGoogle News