ગુજરાતની આ બેઠક પર બે ટર્મથી ભાજપનું રાજ, અહીથી જ વલ્લભભાઈ પટેલ 'સરદાર' તરીકે ઓળખાયા હતા

ચૂંટણી પંચે 16મી માર્ચે લોકસભા 2024ની ચૂંટણીની તારીખ જાહેર કરી

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેએ 26 બેઠક પર મતદાન થશે

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
ગુજરાતની આ બેઠક પર બે ટર્મથી ભાજપનું રાજ, અહીથી જ વલ્લભભાઈ પટેલ 'સરદાર' તરીકે ઓળખાયા હતા 1 - image


Lok Sabha Elections 2024: ચૂંટણી પંચ દ્વારા 16મી માર્ચે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રિલે થવાનું છે જ્યારે ગુજરાતનું ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થશે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ગુજરાતની કેટલીક બેઠકો માટે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે જેમાં બારડોલી બેઠકનો પણ સમાવેશ થાય છે. ભાજપે આ બેઠક પર પ્રભુ વસાવાને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસ દ્વારા પૂર્વ સાંસદ અમરસિંહ ચૌધરીના પુત્ર સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે બારડોલીની બેઠક એસટી (ST) અનામત છે. અગાઉ માંડવી તરીકે ઓળખાતી આ લોકસભા બેઠક વર્ષ 2008માં નવા સીમાંકન બાદ બારડોલી બેઠક તરીકે અસ્તિત્વમાં આવી હતી.

કોણ છે પ્રભુ વસાવા?

પ્રભુ વસાવાએ રાજકીય કારકિર્દી કોંગ્રેસ સાથે શરૂ કરી હતી. માંડવી વિધાનસભામાં કોંગ્રેસ તરફથી બે ટર્મ ચૂંટાયા હતાં. ત્યારબાદ 2014ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા અને બાદમાં બારડોલી લોકસભામાં ભાજપની ટિકિટ પર જીત્યા હતા. તેમણે 2019માં પણ જીત મેળવી હતી. હવે ભાજપે પ્રભુ વસાવાને ત્રીજી વાર રીપિટ કર્યા છે. તેમની સંગઠનક્ષેત્રે પણ પકડ મજબૂત છે. પ્રભુ વસાવાની છેલ્લી બે ચૂંટણીમાં જીત થઈ છે. 

કોણ છે સિદ્ધાર્થ ચૌધરી?

કોંગ્રેસે પૂર્વ સાંસદ અમરસિંહ ઝીણાભાઈ ચૌધરીના પુત્ર સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરીને ટિકિટ આપી છે. હાલ વ્યારા ખાતે રહેતાં સિદ્ધાર્થ ચૌધરી જુદી જુદી સંસ્થા સાથે જોડાયેલા છે. સિદ્ધાર્થ ચૌધરી બી. ઈ. મિકેનિકલ અને એમબીએ સુધીનો અભ્યાસ કર્યો છે. તથા વ્યારા ખેડૂત સહકારી જિન, સુમુલ ડેરી, ગુજરાત ખેત વિકાસ પરિષદ, વ્યારા એપીએમસી જેવી કેટલીય સહકારી સંસ્થા સાથે સંકળાયેલા છે. સિદ્ધાર્થ ચૌધરી વર્ષ 2018થી 2020ના સમય ગાળામાં વ્યારા તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા હતા અને સને 2010થી 2015 સુધી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે સેવા આપી હતી અને યુથ કોંગ્રેસ સાથે પણ ઘણા સમયથી સંકળાયેલા છે. હાલમાં 2021થી તાપી જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા તરીકે કાર્ય કરી રહ્યા છે. 

બારડોલીમાં સાત વિધાનસભાનો સમાવેશ

આઝાદી પહેલા વર્ષ 1928માં થયેલા બારડોલી સત્યાગ્રહ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના બારડોલીમાં ઘટેલી એક મહત્વપૂર્ણ ઘટના છે. આ સત્યાગ્રહ એ સવિનય કાનૂન ભંગની ચળવળનો એક ભાગ હતો. આની સફળતાને કારણે વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્તરે એક નેતા તરીકે ઉભરી આવ્યાં અને દેશના સરદાર તરીકે ઓળખાયા. ઉલ્લેખનીય છે કે બારડોલી લોકસભાની બેઠકમાં સાત વિધાનસભા માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી, મહુવા, વ્યારા, નિઝર બેઠકોનો સમાવેશ થાય છે.

આ બેઠક વર્ષ 2008માં અસ્તિત્વમાં આવી હતી.

• આ બેઠક પહેલા માંડવી બેઠક તરીકે ઓળખાતી હતી.

• આ બેઠક (માંડવી) પરથી કોંગ્રેસના છીતુભાઈ ગામીત સાત વખત જીત્યા છે

• 2008માં નવા સીમાંકન બાદ બારડોલી બેઠક અમલમાં આવી

• વર્ષ 2009માં કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીની જીત થઈ હતી.

• આ બેઠક છેલ્લી બે ટર્મથી ભાજપના ફાળે.

લોકસભા 2019માં ભાજપના ઉમેદવારની જીત

• 2019માં ભાજપના પ્રભુ વસાવાને 7,42,273 મત મળ્યા હતા, જેની સામે કોંગ્રેસના તુષાર ચૌધરીને 5,26,826 મત મળ્યા.

• ભાજપના ઉમેદવારને 55.06 ટકા જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 39.08 ટકા મત મળ્યા હતા.

• એ વર્ષે બસપા, અપક્ષ અને નોટામાં પણ સરેરાશ 14 હજાર મત પડ્યા

• એટલે કે આ બેઠક પર થોડા મતોનો ઉલટફેર પણ ગમે તે પક્ષની બાજી પલટાવી શકે છે 

લોકસભા 2014માં 10 પક્ષના ઉમેદવાર મેદાનમાં હતા

• 2014માં ભાજપના પ્રભુ વસાવાને 6,22,769 મત મળ્યા હતા, જેની સામે કોંગ્રેસના તુષાર ચૌધરીને 4,98,885 મત મળ્યા.

• ભાજપના ઉમેદવારને 51.63 ટકા જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 41.36 ટકા મત મળ્યા હતા.

• એ વર્ષે એકલા નોટામાં જ 19 હજાર મત પડ્યા હતા

• 2014માં સીપીઆએ મહિલા ઉમેદવારને ટિકિટ આપી હતી.

બારડોલીનું જ્ઞાતિ સમીકરણ

બારડોલી લોકસભા બેઠક પર જો જ્ઞાતિ સમીકરણની વાત કરવામાં આવે તો આદિવાસી સમાજના પ્રભુત્વવાળી આ બેઠક છે જે કે દલિત,  હળપતિ, ગામિત, વસાવા, ચૌધરી મુસ્લિમ મતો પણ નિર્ણાયક છે. આ ઉપરાંત જનરલના પણ મતદારો સરેરાશ પ્રમાણમાં છે.

બારડોલીનું ધર્મ જાતિનું ગણિત

હિન્દુ76.25%
મુસ્લિમ19.08%
જૈન3.24%
ખ્રિસ્તી0.37%
અન્ય0.03%

Google NewsGoogle News