Get The App

વીજ લાઈનનું સમારકામ : તા.9 અને 12મીએ સવારે 7 થી 11 વીજ પુરવઠો બંધ રહેશે

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
વીજ લાઈનનું સમારકામ : તા.9 અને 12મીએ સવારે 7 થી 11 વીજ પુરવઠો બંધ રહેશે 1 - image

image : Socialmedia

Vadodara : વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં વીજ લાઈનનું જરૂરી સમારકામ કરવાનું હોવાથી આવતીકાલ અને આગામી મંગળવાર તા.12મીએ સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી વીજ પુરવઠો મળી શકશે નહીં. જરૂરી સમારકામ થયા બાદ કોઈપણ જાતની આગોતરી જાણ વિના વીજ પુરવઠો શરૂ કરી દેવાશે.

ઉલ્લેખનીય છે કે, તરસાલી સબ ડિવિઝનના ઉમા ફીડરથી વીજળી મેળવતા વિવિધ વિસ્તારના વીજ ગ્રાહકોને તા.9 શનિવારે ઉપરાંત ગોલ્ડ સિટી ફીડર વિસ્તારમાં વીજ પુરવઠો મેળવતા ગ્રાહકોને તા.12મીએ સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી વીજ પુરવઠો મળી શકશે નહીં. રીપેરીંગ કામકાજ પૂર્ણ થયા બાદ કોઈપણ જાતની આગોતરી જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવાશે તેમ કાર્યપાલક ઇજનેર (સ.અને નિ.) લાલબાગ વિભાગીય કચેરી દ્વારા જણાવાયું છે.


Google NewsGoogle News