વડોદરાના વિવિધ વિસ્તારમાં વીજ પુરવઠો સવારે 7 થી 11 જુદા-જુદા દિવસે બંધ રહેશે
MGVCL Power cut in Vadodara : વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારમાં વીજ રીપેરીંગ કરવાનું હોવાથી વિવિધ વિસ્તારમાં જુદા-જુદા દિવસે વીજ પુરવઠો સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી બંધ રહેશે રીપેરીંગ કામ પૂરું થયા બાદ કોઈપણ જાતની જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવાશે.
ઉલ્લેખનીય છે કે જરૂરી રીપેરીંગ કામ કરવાનું હોવાથી શહેરના અકોટા સબ ડિવિઝન સરસ્વતી ફીડર અને ગોરવા સબ ડિવિઝન સાંગલીયા ફીડરથી વીજ પ્રવાહ મેળવનારા ગ્રાહકો તથા અટલાદરા સબ ડિવિઝન વિસ્તારમાં નારાયણ ફીડર સમા ડિવિઝન નર્મદા ફીડર અલકાપુરી સબ ડિવિઝન મોનાલીસા ફીડર ફતેગંજ સબ ડિવિઝન ગોવર્ધન ફીડર સહિતના વિસ્તારમાં આવતીકાલે તા.3 ડીસેમ્બરે સવારે 7 વાગ્યાથી સવારે 11 વાગ્યા સુધી વીજ પ્રવાહ બંધ રહેશે.
આવી જ રીતે ગોત્રી સબ ડિવિઝન કૈલાશ ફીડર વિસ્તારના ગ્રાહકોને તા.4 ડીસેમ્બરે સવારે વીજ પ્રવાહ મળશે નહીં. જ્યારે ગોરવા સબ ડિવિઝન પવન ફીડર વાસણા સબ ડિવિઝન રાણેશ્વર ફીડર અલકાપુરી સબ ડિવિઝન બી.પી.સી ફીડર વિસ્તારના ગ્રાહકોને તા.5 ડીસેમ્બરે નિયત સમયે વીજ પુરવઠો બંધ રહેશે. આ ઉપરાંત અકોટા સબ ડિવિઝન પુનિત નગર ફીડર સમા સબ ડિવિઝન ફતેગંજ સબ ડિવિઝન નિઝામપુરા ફીડરથી વીજ પ્રવાહ મેળવનાર ગ્રાહકોને તા.6 ડીસેમ્બરે વીજ પ્રવાહ નિયત સમયે મેળવી શકશે નહીં. આ ઉપરાંત લક્ષ્મીપુરા સબ ડિવિઝન આદર્શ ફીડર માધવ પાર્ક ફીડર ગોત્રી સબ ડિવિઝન વુડા ફીડર આસપાસના વિસ્તારમાંથી વીજ પ્રવાહ મેળવનાર ગ્રાહકોને સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી વીજ પ્રવાહ રીપેરીંગના કારણોસર બંધ રહેશે. ત્યારબાદ કોઈપણ જાતની જાણ કર્યા વિના વીજ પ્રવાહ પુનઃ ચાલુ કરાશે તેની નોંધ લેવા વિશ્વામિત્રી પશ્ચિમ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.