વડોદરાના દક્ષિણ વિભાગના જુદા-જુદા વિસ્તારમાં તા.25 થી 30 દરમ્યાન વીજ પુરવઠો સવારે 6 થી 10 બંધ રહેશે
Vadodara Power Outage : વડોદરા શહેરના દક્ષિણ વિભાગમાં આવેલા જુદા-જુદા વિસ્તારોમાં રીપેરીંગ અંગે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂરી થયા બાદ કોઈપણ જાતની જાણ કર્યા વિના પુનઃ વીજ પુરવઠો ચાલુ કરી દેવાશે
ઉલ્લેખનીય છે કે, તરસાલી સબ ડિવિઝન વિસ્તારમાં તા.25-શુક્રવારે હાઇવે ફીડરના આસપાસનો વિસ્તાર તથા જીઆઇડીસી સબ ડિવિઝન વિસ્તારમાં પણ તા.25 ને શુક્રવારે સ્કાઈ ઓનિક્સ ફીડરના આસપાસનો વિસ્તાર એવી જ રીતે તા.27-રવિવારે તિરુપતિ ફીડર આસપાસનો વિસ્તાર. ઉપરાંત તા.28 સોમવારે યુજી 3 ફીડરના આસપાસનો વિસ્તાર. તથા માંજલપુર સબ ડિવિઝનના તા.29- મંગળવારે નંદનવન ફીડરના આસપાસનો વિસ્તાર. ઉપરાંત વાડી સબ ડિવિઝનના તા.28, એપ્રિલ, સોમવારે રામ ચોક ફીડરના આસપાસનો વિસ્તાર અને તા.30- બુધવારે ભવાની કુંજ ફીડરના આસપાસના વિસ્તારમાં વીજ રીપેરીંગ અંગે વીજ પુરવઠો નિયત સમયે બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયા બાદ કોઈપણ જાતની જાણ કર્યા વિના વીજ પુરવઠો ચાલુ કરી દેવાશે તેમ લાલબાગ વિભાગ એ કચેરીના કાર્યપાલક દ્વારા જણાવાયું છે.