જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 46માં કચરા ગાડીએ વિજપોલ ભાંગી નાખતાં આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 46માં ઓસવાળ સ્કુલની બાજુમાં આવેલા એક થાંભલાને ગઈકાલે જી.જે. 10 ડી.એક્સ. 3249 નંબરના કચરા ગાડીના વાહન ચાલકે એકાએક ટક્કર મારી દેતાં વીજ થાંભલો જમીનમાંથી ભાંગી ગયો હતો, અને માર્ગ પર લટકતો રહ્યો હતો.
જેના કારણે વિજવાયરો તૂટતાં આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. જે સ્થળે બનાવ બન્યો હતો, તે સ્થળે એક ખાનગી શાળા પણ આવેલી છે. જોકે સદભાગ્ય આ બનાવમાં કોઈને ઈજા અથવા જાનહાની થઈ ન હતી.
વિજતંત્રને જાણ થતાં ખંભાળિયા ગેટ સબ ડિવિઝનના નાયબ ઇજીનેર હેમંત માણેક પોતાની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને તાત્કાલિક અસરથી ભાંગી ગયેલા વીજપોલમાંથી કેબલ જુદા પાડીને અન્ય વીજ પોલ પર કેબલ ટ્રાન્સફર કરી દઈ આસપાસના વિસ્તારના વીજ પુરવઠો તુરંત ચાલુ કરી દીધો હતો.
ત્યારબાદ વિજ પોલને બદલાવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, સાથો સાથ વિજ પોલ ભાંગી નાખી નુકસાને પહોંચાડવા અંગે નું એસેસમેન્ટ તૈયાર કરીને કચરા ગાડીની સંચાલક પેઢી પાસેથી વસુલાત અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.