વડોદરામાં MGVCL દ્વારા વીજ લાઈનના રીપેરીંગ કામ અંગે તા.11 થી 15 સુધી વિવિધ વિસ્તારમાં વીજ કાપ
Vadodara MGVCL : મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ લાઈનનું જરૂરી રીપેરીંગ કામ કરવાનું હોવાથી તા.11થી 15 દરમ્યાન સવારે છ વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી જુદા જુદા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે. રીપેરીંગ કામ પૂર્ણ થયેલી કોઈપણ જાતની જાણ અગાઉથી કર્યા સિવાય વીજ પુરવઠો ચાલુ કરી દેવાશે.
ઉલ્લેખનીય છે કે વીજ લાઈનનો રીપેરીંગ કામ હોવાથી ફીડર પર આવતા વિસ્તારને વિવિધ તારીખે વીજ પુરવઠો સવારે 6 વાગ્યાથી સવારે 10 ત્યાં સુધી બંધ રહેશે જેમાં જીઆઇડીસી સબ ડિવિઝન ગોકુલ ફીડર વિસ્તારના આસપાસના રહીશોને તા.11 એપ્રિલે વીજ પુરવઠો નિયત સમયે મળશે નહીં એવી જ રીતે જયંત ફીડર આસપાસના વિસ્તારમાં તા.13 એપ્રિલે જ્યારે વ્રજધામ ફીડર આસપાસના વિસ્તારમાં 15 એપ્રિલે નિયત સમયે વીજ પુરવઠો મળશે નહીં જ્યારે તરસાલી સબ ડિવિઝન સાકાર ફીડર ખાતે 15 એપ્રિલે આસપાસના વિસ્તારમાં નિયત સમયે વીજ પુરવઠો બંધ રહેશે. જો નિયત સમય કરતા વીજ રીપેરીંગ કામકાજ વેલુ પૂરું થશે તો કોઈપણ જાતની આગોતરી જાણ વીના વીજ પુરવઠો ચાલુ કરી દેવાશે જેની નોંધ લેવા લાલબાગ વિભાગ કચેરીના કાર્યપાલક દ્વારા જણાવાયું છે.