પાટણા (ભાલ)થી રાજગઢના રોડ પર ખાડાઓથી અકસ્માતની ભીતિ
- કાર્યવાહીના બદલે તંત્ર એજન્સીનો બચાવ કરતી હોવાનો આક્ષેપ
- અનેક સ્થળોએ ડામર ઉખડીને ખાડા પડવા લાગ્યા, અધિકારીઓના મનસ્વી વર્તન સામે ગ્રામજનોમાં રોષ
ગત ૨૦૨૪ માં પહોળો કરી રિ-કાર્પેટ કરવામાં આવ્યો હતો. આ રોડ બન્યા બાદ માત્ર પહેલા ચોમાસા દરમિયાન જ આ રોડમાં નબળી કામગીરી થઈ હોય તેવું સ્પષ્ટ જણાતું હતુ. અનેક જગ્યાએથી ડામર ઉખડીને ખાડા પડવા લાગ્યા હતા. આ બાબતે રોડની ગુણવત્તાની તપાસ અને રીપેરીંગ કરવા અંગે ફરિયાદ કરાતા તંત્રએ જણાવ્યુ હતું કે, આ રોડ ગેરેન્ટી પિરિયડમાં છે હાલ આ રોડને રીપેરીંગ કરવાની આવશ્યકતા લાગતી નથી એવું જણાવી તંત્રવાહકો કાર્યવાહી કરવાના બદલે એજન્સીનો બચાવ કરી રહ્યા હોય ગ્રામજનોમાં તંત્ર સામે આક્રોશ વ્યાપેલ છે.ત્યાર બાદ આજદિન સુધી અનેક વખત તંત્ર સમક્ષ ઓનલાઈન રજૂઆતો કરાતા તંત્રએ કામ કરવાના વાયદાઓ, જવાબ પાઠવ્યા અને એજન્સીને નોટિસ આપી છે તેમ પણ લેખિતમાં જણાવેલ. પણ કોઈ કામ કરાયુ નથી. અમુક ભ્રષ્ટ અધિકારીઓની મિલી ભગતના લીધે આ રોડની દિવસે ને દિવસે દયનીય હાલત થતી જાય છે.