ગુજરાતમાં પહેલા વરસાદમાં જ સરકારી તંત્રની પોલ ખુલી, સુરતમાં ભૂવો પડતાં ટ્રક ફસાઈ

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં પહેલા વરસાદમાં જ સરકારી તંત્રની પોલ ખુલી, સુરતમાં ભૂવો પડતાં ટ્રક ફસાઈ 1 - image


Potholes in Surat : સુરત પાલિકાના પ્રિમોન્સુન કામગીરી સામે વરસાદ શરુ થતાની સાથે જ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. શહેરમાં સામાન્ય કહેવાતા વરસાદમાં પણ અનેક જગ્યાએ રસ્તા પોલા થવા કે ભુવા પડવાના બનાવ શરૂ થઈ ગયાં છે. આજે સવારે શહેરના ગુજરાત ગેસ સર્કલ નજીક પોલા રોડમાં બિલ્ડીંગ મટીરીયલ્સ ભરેલી ટ્રકનું એક પૈંડું ખુપી ગયું હતું.  મુખ્ય રોડની બાજુમાં ટ્રક ફસાઈ છે તેમાંથી મટીરીયલ્સ બહાર કાઢવાનું કામ શરૂ થયું છે. તેનાથી ટ્રાફિકની સમસ્યા પર પણ અસર થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.

સુરતમાં હજી માંડ વરસાદ શરૂ થયો છે અને આ વરસાદના કારણે સુરતીઓને ગરમીમાંથી રાહત મળે તે પહેલાં સુરતીઓના માથે વધુ એક આફત આવી રહી છે. સુરત પાલિકાની નબળી પ્રિમોન્સુન કામગીરીના કારણે અનેક જગ્યાએ પાણીના ભરાવા સાથે સાથે રોડ બેસી જવાની ઘટના પણ બની રહી છે. બે દિવસ પહેલા શહેરના અઠવા ઝોનમાં રસ્તાની વચ્ચે મોટો ભુવો પડ્યો હતો તેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી થઈ હતી. 

ગુજરાતમાં પહેલા વરસાદમાં જ સરકારી તંત્રની પોલ ખુલી, સુરતમાં ભૂવો પડતાં ટ્રક ફસાઈ 2 - image

આજે સુરત પાલિકાના રાંદેર ઝોનમાં ગુજરાત ગેસ સર્કલથી ઋષભ ચાર રસ્તા પર જતાં રોડ પર આવેલા મુક્તાનંદ નગરમાં સવારે બિલ્ડીંગ મટીરીયલ (રેતી) ભરેલી એક ટ્રકનું પેંડું પોલા રોડમાં ખૂંપી ગયું હતું. રોડ વધુ પોલો હોવાથી ટ્રક એક તરફ નમી ગઈ હતી અને આ રોડ મુખ્ય રોડ સાથે જોડાયેલો હોવાથી ટ્રાફિક સમસ્યા શરૂ થઈ ગઈ હતી. 

આ ટ્રકમાં રેતી ભરેલી હોય તેને કાઢવા શક્ય ન હોવાથી ટ્રકમાંથી રસ્તા પર રેતી કાઢીને તેને ખોલી કરીને કાઢવાનો પ્રયાસ શરૂ થયો છે જોકે, પીક અવર્સમાં આ ટ્રક ફસાઈ હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી.


Google NewsGoogle News