મહેમદાવાદમાં મોટો વિવાદ, ભાજપના ઉમેદવાર જીતતાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર ફરકાવાયા!
Gujarat Local Body Result 2025: ખેડાના મહેમદાવાદ પાલિકાના ચૂંટણી પરિણામ બાદ ભાજપના ઉમેદવાદની જીતની ઉજવણી વિવાદમાં આવી છે. અહીં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે સમર્થકો આવ્યા અને જીતની ઉજવણી કરી હતી. આ ઘટના મહેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલની હોવાનું જણાવાઈ રહ્યું છે.
મળતી માહિતી અનુસાર, મહેમદાવાદના ચૂંટણી પરિણામોમાં લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરવામાં આવી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જીતેલા ઉમેદવારને વધાવવા લોરેન્સના પોસ્ટર ફરકાવ્યા. જીતની ઉજવણી કરતા ટોળામાં ભાજપના ખેસવાળા કાર્યકર પણ જોવા મળ્યાં હતા. જો કે પોસ્ટર ફરકાવનારની પોલીસે અટકાયત કરવામાં આવી છે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.