કલોલના રકનપુરમાં સરકારી જમીન પર અસામાજિક તત્વોનો કબજો, લોકોમાં ભારે રોષ

Updated: Jun 16th, 2024


Google NewsGoogle News
government land in Rakanpur

Possession Of Government Land In Kalol: કલોલ તાલુકાના રકનપુર ગામના તળાવના કેટલાક હિસ્સમાં માટી નાખીને જમીન સમતલ કરીને કોઈ પણ મંજૂરી વગર ગેરકાયદે રીતે બાંધકામ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ બાંધકામ અટકાવવા માટે તલાટી કમ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. તળાવમાં થઈ રહેલ બાંધકામ અટકાવીને જવાબદાર લોકો સામે પગલાં ભરવા માટેની માંગ કરાઈ હતી.

અસામાજિક તત્વોનો સરકારી જમીન પર કબજો

કલોલ તાલુકાના રકનપુર ગામમાં તળાવ આવેલું છે. આ તળાવની આસપાસ સરકારી જમીનમાં અમુક શખસો દ્વારા ગેરકાયદે રીતે બાંધકામ કરવામાં આવ્યું છે. આ બાંધકામ માટે ઈંટો, રેતી, કપચી અને કાંકરા નાખીને તળાવની જમીન સમતલ કરી દીધી છે. સરકારી જમીન પર કબજો કરવામાં આવતા ગામમાં વિરોધ શરૂ થયો છે. ગેરકાયદે રીતે બાંધકામ કરવામાં આવતા સરકારી જમીન ઉપર દબાણ ઊભું થઈ જવાની શક્યતા રહેલી છે. જેને પગલે ગામના યુવાને તલાટીને રજૂઆત કરીને બાંધકામ અટકાવવા માટે પગલા ભરવાની માંગ કરી હતી.

કલોલના રકનપુરમાં સરકારી જમીન પર અસામાજિક તત્વોનો કબજો, લોકોમાં ભારે રોષ 2 - image

ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતમાં અરજી કરીને ગેરકાયદેસર રીતે બાંધકામ તેમજ તળાવમાં માટી નાખીને જમીન સમતલ કરવાની મંજૂરી આપવામાં આવી છે કે નહીં તે અંગે પણ તપાસ કરી હતી. જેના જવાબમાં ગ્રામ પંચાયતે જણાવ્યું હતું કે, 'તળાવમાં રેતી, કપચી અને કાંકરા નાખીને તેના પર બાંધકામ કરવાની કોઈપણ મંજૂરી લેવામાં આવી નથી. તેમજ અહીંથી મંજૂરી આપવામાં પણ નથી આવી. ગેરકાયદે રીતે બાંધકામ કરનારા વ્યક્તિઓ સામે સરકારી જમીન પર દબાણ ઊભું કરવા બદલ કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત થઈ છે.'



Google NewsGoogle News