'બોલે' એના બોર વહેંચાયા: નડિયાદના સંતરામ મંદિરમાં પોષી પૂનમની ઉજવણી, હજારો કિલો બોર ઉછાળાયા
Poshi Poonam, famous Santram Temple Nadiad: પોષી પૂનમ નિમિત્તે નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં ભવ્ય ઉજવણી જોવા મળી. અહીં પોષી પૂનમનું અનેરુ મહત્ત્વ રહેલું છે. ગુજરાત જ નહીં પરંતુ દેશ- વિદેશમાંથી પોષી પૂનમે શ્રદ્ધાળુઓ તેમની માનતાં પૂરી કરવા માટે વહેલી સવારથી જ આવી જાય છે. ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પૂનમના દિવસે બોર ઉછાળવાની આ પરંપરા 200 વર્ષ ઉપરાંતથી ચાલી આવે છે. બાળક જન્મ પછી બોલતું ન હોય અથવા તોતડું બોલતું હોય કે ઓછું બોલતું હોય તેવું બાળક વ્યવસ્થિત બોલતું થઈ જાય તેના માટે બાળકના માતા-પિતા કે સ્વજનો દ્વારા સંતરામ મહારાજશ્રીની બાધા રાખે છે.
આ પણ વાંચો: અંબાજી અને નડિયાદના સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભવ્ય ઉજવણી, શ્રદ્ધાળુઓનું ઘોડાપુર
બોર ઉછાળવાની પરંપરા 200 વર્ષ ઉપરાંતથી ચાલી આવે છે
નડિયાદનું સંતરામ મંદિર 'જન સેવા એ જ પ્રભુ સેવા' ને ચરિતાર્થ કરે છે. સંતરામ મહારાજ અને ગુરુ પરંપરાના મહંતોના તપની ભૂમિ એટલે નડિયાદ સ્થિત આવેલું સંતરામ મંદિર છે. અહીંયા પોષી પૂનમનું વિશેષ મહત્ત્વ રહેલું છે. જેમનું પણ બાળક જન્મ પછી બોલતું ન હોય અથવા તો તોતડું બોલતું હોય તો તેનાં માતા-પિતા કે સ્વજન દ્વારા સંતરામ જ્યોતની બાધા રાખવામાં આવે છે. બાળક બોલતું થશે તો સંતરામ મહારાજના સમાધિ સ્થાન એટલે કે સંતરામ મંદિરના પટાગણમાં સવા કિલોથી લઈ પોતાની શક્તિ અને શ્રદ્ધા પ્રમાણે અથવા કોઈ પોતાના બાળકના વજન જેટલા બોર ઉછાળે છે અને તે પછી એ ઉછાળેલા બોરને પ્રસાદ તરીકે સ્વીકારે છે. સંતરામ મંદિરમાં પૂનમના દિવસે બોર ઉછાળવાની પરંપરા 200 વર્ષ ઉપરાંતથી ચાલી આવે છે
બાળક સ્પષ્ટ બોલતું થાય એટલે બાધા પૂરી કરવા હજારો શ્રદ્ધાળુઓ આવે છે
પોષ સુદ પૂનમે હજારો શ્રદ્ધાળુઓ મંદિરમાં આવતા હોય છે. ગુજરાતના વિવિધ શહેરો તથા દેશનાં અન્ય રાજ્યોમાંથી અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે પોતાના બાળક માટે રાખેલી બાધા પૂરી કરવા નડિયાદ સંતરામ મંદિર ખાતે આવે છે. બાળક બિલકુલ બોલતું ના હોય, તોતડું બોલતું હોય તો તે સરસ રીતે સ્પષ્ટ રીતે બોલતું થાય તેની બાધા પૂરી કરવા માટે આ દિવસ ખાસ માનવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાળુઓ દ્વારા હજારો કિલો બોર ઉછાળાય છે.
આ પણ વાંચો: મહાકુંભમાં બાબાને યુટ્યુબરે ભજન વિશે સવાલ કરતાં ચીપીયો લઈને મારવા દોડ્યાં