એમ.એસ.યુનિવર્સિટીમાં શાહુડીનો આતંક, બે ગલુડીયાના મસ્તક ખાઈ કર્યો શિકાર
Vadodara : વડોદરા શહેરમાં આવેલી એમ.એસ.યુનિવર્સિટીમાં વન્ય જીવ શાહુડીનો આતંક ફેલાયો છે. એમ.એસ.યુનિ.ની એક્સપેરિમેન્ટલ સ્કૂલ પાછળના ખુલ્લા મેદાનમાં કુતરીના બે બચ્ચાનો શિકાર કર્યો છે. બે બચ્ચાના મસ્તક શાહુડી ખાઈ ગઈ છે અને હજી એક બચ્ચું ગાયબ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, એમ.એસ.યુનિવર્સિટીમાં દિન પ્રતિદિન વન્ય જીવ શાહુડીનો આતંક વધી રહ્યો છે. એમ.એસ.યુનિ.ની એક્સપરિમેન્ટલ સ્કૂલ પાછળ કુતરીના ત્રણ બચ્ચા રમતા હતા ત્યારે ત્રાટકેલી શાહુડીએ બે બચ્ચાના મસ્તક ખાઈ ગઈ હતી. આ બંને બચ્ચાના ધડ શાળાની પાછળ પડ્યા હતા. જ્યારે એક બચ્ચું ગાયબ જણાયું હતું. આ અંગે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુને જાણ થઇ હતી. કાર્યકરે કરેલી તપાસમાં બંને ગુમ ગલુડિયાના ધડ સ્કૂલ પાછળથી મળી આવ્યા હતા. પરંતુ ત્રીજું ગલુડિયું ગાયબ જણાવ્યું હતું. આ ઉપરાંત શાહુડીના ફુટપ્રિન્ટ પણ મળી આવ્યા હતા. જેથી ફલિત થાય છે કે કુતરીના બે ગલુડિયાને શાહુડીએ મારી નાખીને તેના મસ્તક ખાઈ ગઈ છે. જ્યારે બોડી છૂટી ગઈ હોવાનું સ્થળ પર જણાવ્યું છે.