ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં પોરબંદરથી જૂનાગઢ જતી બસ પલટી, 2ની હાલત ગંભીર, અનેક ઈજાગ્રસ્ત
Bus Accident: ગુજરાતમાં રવિવારે (6 એપ્રિલ) મોટો અકસ્માત સર્જાયો છે. પોરબંદરથી જૂનાગઢ તરફ જતી ખાનગી બસ ડ્રાઇવરે કાબૂ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. બસમાં સવાર 20 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે અને 2 મુસાફરોની સ્થિતિ ગંભીર છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ સુરતમાંથી ગોડાઉન ભરીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો, 2 લોકોને અટકાયત
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ રવિવારે પોરબંદરથી જૂનાગઢ જતી બસ અચાનક પલટી મારી ગઈ હતી. બસમાં સવાર મુસાફરોમાંથી 20 જેટલાં મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતાં. ઘટનાની જાણ થતાં તુરંત જ એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને હાલ નજીકની કુતિયાણાની સરકારી હોસ્પિટલમમાં દાખલ કરવામાં આવ્યા છે. બે વ્યક્તિ જેની સ્થિત ગંભીર છે તેમને ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ખાણી-પીણીના શોખીનો માટે ખુશીના સમાચારઃ આવતીકાલથી ફરી ધમધમશે માણેકચોકનું બજાર
પોલીસે હાથ ધરી તપાસ
ઘટનાની જાણ થતાં સ્થાનિકો તેમજ પોલીસની ટીમ બચાવ કામગીરીમાં લાગી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ જોતા એવું લાગે છે કે, ડ્રાઇવરે કાબૂ ગુમાવતા બસ પલટી ગઈ હતી. જોકે, અકસ્માતનું સાચું કારણ સમગ્ર તપાસ બાદ જ સામે આવશે.