પોરબંદરથી ઝડપાયો દેશનો દુશ્મન : ગુપ્ત માહિતી પાકિસ્તાન પહોંચાડતો, ગુજરાત ATSએ દબોચ્યો
Major Action Of Gujarat ATS: દિવાળી પહેલા ગુજરાત ATSએ પોરબંદરમાં મોટી કાર્યવાહી કરી છે. કોસ્ટગાર્ડ સહિત દરિયાઈ સુરક્ષા એજન્સીની જાસૂસી કરતાં એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. હાલ આ જાસૂસની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દરમિયાન કેટલાક મોટા ખુલાસા થઈ શકે છે.
પોરબંદરથી ઝડપાયો દેશનો દુશ્મન
મળતી માહિતી અનુસાર, પોરબંદરથી પંકજ કોટિયા નામના પાકિસ્તાની જાસૂસની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. છેલ્લા આઠ મહિનાથી પાકિસ્તાન નેવીને કોસ્ટ ગાર્ડની ગુપ્ત માહિતી પહોંચાડતો હતો. ગુપ્ત માહિતી વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પાકિસ્તાનમાં રીયા નામના અધિકારીને પહોંચાડતો હતો. આરોપીના ખાતામાં પાકિસ્તાનથી 26 હજાર રૂપિયા જમા થયા છે. આ જાસૂસ પોરબંદરની તમાકુ ફેક્ટરીમાં કામ કરતો હતો.
આ પણ વાંચો: ફ્લાઈટ્સ બાદ હવે રાજકોટની 10 જાણીતી હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ દોડતી થઈ
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ગુજરાત ATSએ પોરબંદરમાંથી સૌથી મોટા ઓપરેશનમાં આતંકી સંગઠન સાથે સંકળાયેલા ચાર શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં અનેક ડ્રગ્સ પેડલર્સ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી કરી હોવાના આંકડા પહેલા આવી ચૂક્યા છે. ગુજરાતની સરહદ જડબેસલાક કરવામાં આવતા ડ્રગ્સ માફિયા અંદરોઅંદર ગિન્નાયા છે. ગુજરાતમાંથી દરિયાઈ માર્ગે પાકિસ્તાન દ્વારા દેશમાં ડ્રગ્સ મોકલવાના સતત પ્રયાસોને નિષ્ફળ બનાવવા એટીએસના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.