પોરબંદર-દાદર, પોરબંદર-સિકંદરાબાદ ટ્રેન રીશેડયુલ થતા બે કલાક મોડી ઉપડશે
- 21 અને 22 મી એપ્રિલના રોજ પ્રસ્થાન થનારી
- બીલીમોરા-અમલસાડ સેક્શનમાં લેવાયેલા બ્લોકને કારણે બન્ને ટ્રેન રીશેડયુલ કરવા રેલવે પ્રશાસનનો નિર્ણય
ભાવનગર : પશ્ચિમ રેલવેના બીલીમોરા-અમલસાડ રેલ ખંડમાં એન્જિનિયરિંગના કામ માટે ૪ કલાક ૩૦ મિનિટના લેવાનાર બ્લોકને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોને રિશેડયુલ અને રેગ્યુલેટ કરવામાં આવશે. ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનથી ચાલતી ૨ ટ્રેનોને અસર થશે.
ભાવનગર રેલવેના ડીસીએમ અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર તા. ૨૧મી એપ્રિલને સોમવારે પોરબંદરથી ઉપડનારી ટ્રેન નં. ૧૯૦૧૬ પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ૨ કલાક રીશેડયુલ કરવામાં આવશે એટલે કે આ ટ્રેન પોરબંદર સ્ટેશનથી તેના નિર્ધારિત સમય કરતા ૨ કલાક મોડી ઉપડશે. તા. ૨૨મી એપ્રિલને મંગળવારે પોરબંદરથી ઉપડનારી ટ્રેન નંબર ૨૦૯૬૮ પોરબંદર-સિકંદરાબાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ ૨ કલાક ૩૦ મિનિટ રીશેડયુલ કરવામાં આવશે એટલે કે આ ટ્રેન પોરબંદર સ્ટેશનથી તેના નિર્ધારિત સમય કરતાં ૨ કલાક ૩૦ મિનિટ મોડી ઉપડશે.