Get The App

પોરબંદર એરપોર્ટ પર ત્રણ વર્ષ બાદ વિમાની સેવા શરૂ, અઠવાડિયામાં બે દિવસ ફ્લાઈટ થશે ઉપલબ્ધ

Updated: Mar 29th, 2025


Google News
Google News
પોરબંદર એરપોર્ટ પર ત્રણ વર્ષ બાદ વિમાની સેવા શરૂ, અઠવાડિયામાં બે દિવસ ફ્લાઈટ થશે ઉપલબ્ધ 1 - image


Porbandar News : ગુજરાતના પોરબંદરમાં ત્રણ વર્ષથી વિમાન સેવા બંધ હતી. જ્યારે આજે શનિવારે (29 માર્ચ, 2025)થી શહેરમાં વિમાનની સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં મુંબઈથી ઉડાન ભરેલું વિમાન પોરબંદર એરપોર્ટ ખાતે આજે શનિવારે બપોરના 12:50 વાગ્યે પહોંચ્યું હતું. હવેથી મંગળવાર અને ગુરૂવારે એમ અઠવાડિયામાં બે દિવસ મુંબઈ-પોરબંદર વિમાનની સુવિધા મળી રહેશે.

પોરબંદર એરપોર્ટ વિમાની સેવા શરૂ

પોરબંદર છેલ્લા ત્રણ વર્ષથી વિમાની સેવા બંધ હોવાથી વેપારીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા વિમાની સુવિધા કાર્યરત કરવાને લઈને અનેક રજૂઆતો કરી હતી. જેને લઈને પોરબંદરના સાંસદ ડૉ. મનસુખ માંડવિયાએ વિમાની સેવા શરૂ કરવા માટે પ્રયાસો કર્યા હતા, અંતે મુંબઈ-પોરબંદર વચ્ચે અઠવાડિયામાં બે દિવસ વિમાન સેવા શરૂ કરવામાં આવી છે. 

મળતી માહિતી મુજબ, વર્ષ 1980ના દાયકાથી મુંબઈ, અમદાવાદ અને દિલ્હીથી પોરબંદરમાં વિમાની સેવા કાર્યરત હતી. જો કે, કોરોનાકાળ બાદ આ સેવા બંધ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: પોરબંદર: શનિદેવના જન્મસ્થળ હાથલામાં શનેશ્વરી અમાસે ઉમટ્યા ભક્તો, ચંપલ-કપડાં મૂકી જતાં રહે છે લોકો

મુંબઈ-પોરબંદર-મુંબઈ સ્પાઈસ જેટની પહેલી ફ્લાઈટ શરૂ થઈ છે, ત્યારે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, 'એરલાઈન્સરમાં ક્રાઈસિસ આવવાના કારણે અમદાવાદ, મુંબઈ, દિલ્હીથી પોરબંદર આવતી ફ્લાઈટ બંધ થઈ હતી.' 

Tags :