Get The App

વડોદરા: અનગઢ ગામમાં વર્ષો જૂની શાળાઓની દયનીય હાલત, જીવના જોખમે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ

Updated: Nov 12th, 2021


Google News
Google News
વડોદરા: અનગઢ ગામમાં વર્ષો જૂની શાળાઓની દયનીય હાલત, જીવના જોખમે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 1 - image


વડોદરા, તા. 12 નવેમ્બર 2021 શુક્રવાર

વડોદરાના અનગઢ ગામે 130 વર્ષ જૂની પ્રાથમિક શાળાને તોડી પાડી નવી શાળા બનાવવા માટે છેલ્લા 15 વર્ષથી ગામના સરપંચો રજુઆત કરી રહ્યા છે. પરંતુ નિંદ્રાધીન તંત્ર આ બાબતે બેદરકારી દાખવતા હવે ખાનગી કંપની પાસે મદદ માંગવા સરપંચ મજબુર થયા છે.

વડોદરા જિલ્લાનું અનગઢ ગામમાં 8 પ્રાથમિક અને 1 હાઈસ્કૂલ આવેલી છે, વર્ષો જૂની શાળાઓ હોવાથી જર્જરિત થઈ ગઈ છે. 130 વર્ષ જૂની અનગઢ ગ્રૂપ શાળા જે 1891 માં બની હતી. 100 વર્ષ ઉપરાંત નો સમય થઈ ગયો 240 થી વધુ બાળકો શાળામાં ભણી રહ્યા છે. ત્યારે બાળકો નો વિચાર કરી તેમની સુરક્ષા ને ધ્યાને રાખી ને આ શાળા ઉતારી  નવી શાળા બનાવવા જિલ્લા શિક્ષણ વિભાગે આગળ આવવું જોઈએ. પરંતુ અનેક રજૂઆત બાદ પણ તેવું થયું નથી.

વડોદરા: અનગઢ ગામમાં વર્ષો જૂની શાળાઓની દયનીય હાલત, જીવના જોખમે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 2 - image

અનગઢ ગામના સરપંચ સહિત ના અગ્રણીઓ છેલ્લા 15 - 15 વર્ષ થી તંત્ર ને રજુઆત કરી રહ્યા છે કે આ શાળા નવી બનાવો પણ જિલ્લા શિક્ષણ વિભાગ કહે છે કે અમે ગાંધીનગર રજુઆત કરી છે. નંબર આવશે ત્યારે તમને જણાવીશું. હવે અનેક રજૂઆત બાદ પણ નાસીપાસ થઈને ગામના સરપંચ અને અગ્રણીઓએ ખાનગી કંપનીઓ પાસે હાથ ફેલાવ્યો છે. જે સી.એસ.આર ફંડ માંથી ગામજનોને ખાનગી કંપનીએ મદદ કરવા તૈયારી બતાવી છે. અનગઢ ગામની  કેટલીક શાળાઓ જર્જરિત થઈ રહી છે ત્યારે સરકાર આવી શાળાઓની વહારે આવે તે જરૂરી છે.

Tags :
VadodaraAngadhSchools

Google News
Google News