Get The App

ધાતરવડી ડેમ-૧ નજીક આવેલ બ્લેક ટ્રેપ ક્વોરીનું દુષિત પાણી નદીમાં ઠલવાતા રોષ

Updated: Apr 23rd, 2025

GS TEAM


Google News
Google News
ધાતરવડી ડેમ-૧ નજીક આવેલ બ્લેક ટ્રેપ ક્વોરીનું દુષિત પાણી નદીમાં ઠલવાતા રોષ 1 - image


- રાસાયણિક કચરાના કારણે પર્યાવરણને વ્યાપક નુકસાન

- વાવેરા ગ્રામ પંચાયતે ગાંધીનગર કમિટીને ઇસી નહીં આપવા કરી રજૂઆત

રાજુલા : રાજુલા તાલુકાના ભાક્ષી ગામ નજીક આવેલ ધાતરવડી ડેમ નં.-૧ નજીક બ્લેક ટ્રેપ ક્વોરીમાંથી દુષિત પાણી નદીમાં ઠલવાયું હોય નજીકના વાવેરા ગ્રામજનોને પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી ગ્રામ પંચાયત દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી ફરી મંજૂરી(ઈસી)ન આપવા માંગ કરી છે. 

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના ભાક્ષી ગામ નજીક આવેલ ધાતરવડી ડેમ ૧ની નજીક આવેલ બ્લેક ટ્રેપ ક્વોરી લીઝનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચી રહ્યો છે હાલમાં બ્લેક ટ્રેપ ક્વોરી લિઝ પ્રવર્તમાન છે આ ખાણકામ ક્ષેત્ર ધાતરવડી નદી નજીક આવેલું છે જે મહત્વનું જળસ્ત્રોત છે નદીમાં આવેલા વાવેરા ગામના પીવાના પાણી પુરવઠાની યોજના જેમાં પાણીનો કૂવો તથા મશીનરી આવેલ છે વાવેરા ગ્રામ પીવાના પાણી માંગે આ નદી પર આધારિત છે, બીજી તરફ સર્વે ન.૧૬ પેકી ૫ એ.૩-૫૧-૭૨,નંબર.૧૬ પેકી ૫ એ.૩-૨૦-૭૨,સર્વે નં.૧૨૨/૧ એ.૨-૬૩-૦૦ આ ત્રણેય ક્વોરીમાંથી ખનન દરમ્યાન નીકળતું દૂષિત પાણી અને અન્ય રાસાયણિક કચરો સીધો ધાતરવડી નદીમાં છોડવામાં આવે છે પરિણામે પીવાના પાણીમા પ્રદુષણ ફેલાઈ રહ્યું છે અને ગામના લોકોને ગંભીર સ્વાસ્થ્ય સંબંધી જોખમનો સામનો કરવો પડે છે આ ઉપરાંત આસપાસના પર્યાવરણ પર પણ તેની નકારાત્મક અસરો પડી રહી છે. જમીનની ગુણવત્તા હવાનુ પ્રદુષણ અને જંગલી જાનવરો ઉપર તેમની વિપરીત અસરો જોવા મળી રહી છે વધારે પડતી ઊંડી માઇનિંગના કારણે પાણીના સ્તર ઊંડા જઈ રહ્યા છે જેના કારણે ધાતરવડી નદીનું પાણી ચૂકવવાના કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. 

ક્વોરી લિઝ બાબતે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ

ભાક્ષી ગામ નજીક આવેલ મહાકાય ક્વોરીમાંથી બ્લાસ્ટિંગ કરી પથરો કાઢવામાં આવે છે જેના કારણે બાજુમાં સામે રહેલ ધાતરવડી ડેમ ઉપર સીધી અસર પડી રહી છે જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી રહી છે અને ભરડીયાઓ ક્વોરી લિઝ બંધ કરાવવા માંગ કરવામાં આવે છે પરંતુ હજુ સુધીમાં કોઈ ક્વોરીધારકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી આવી કેટલાક ઉચ્ચ અધિકારીઓની મીઠી નજર હોવાને કારણે ભરડીયાઓ ધમધમી રહ્યા હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે.

Tags :