સુરત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, 41 પીઆઈની આંતરિક બદલી, જુઓ યાદી

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
Surat Police


Gujarat Police Transfers Order: લોકસભા ચૂંટણી પૂર્ણ થતાં ગુજરાતના પોલીસ વિભાગમાં બઢતી અને બદલી દોર જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત જિલ્લામાં પોલીસકર્મીઓની આંતરિક બદલી આદેશ આપ્યા છે. જેમાં 41 બિન-હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટર (PI)ની બદલી કરવામાં આવી છે. 

જાણો કોની કયાં બદલી કરાઈ

સુરત જિલ્લા પોલીસ વડા અનુપમસિંહ ગહેલોત દ્વારા બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં સલાબતપુરા, ખટોદરા, ચોક બજાર, કાપોદ્રા, અમરોલી, સરથાણા પોલીસ સ્ટેશના પીઆઈની બદલી કરવામાં આવી છે. એસ.આર.વેકરિયાના II PI પુણા પોલીસ સ્ટેશનથી સારોલી પોલીસ સ્ટેશન બદલી કરવામાં આવી છે. એચ.એસ.આચાર્યની ટ્રાફિક શાખાથી ગોડાદરા પોલીસ સ્ટેશન, એચ.એમ. ચૌહાણની ટ્રાફિક શાખાથી મહિધરપુરા પોલીસ સ્ટેશન, કે. ડી. જાડેજાની લીવ રિઝર્વ કંટ્રોલથી સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે, એમ 41 પીઆઈને આંતરિક બદલી કરવામાં આવી છે.

સુરત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, 41 પીઆઈની આંતરિક બદલી, જુઓ યાદી 2 - image

સુરત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, 41 પીઆઈની આંતરિક બદલી, જુઓ યાદી 3 - image



Google NewsGoogle News