જામનગરના સીટી બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા ગાંધીનગર રોડ પરની સોસાયટીમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું
Jamnagar Police : જામનગરના સીટી બી. ડિવિઝનના પી.આઈ પી.પી.ઝા અને તેઓની સમગ્ર ટીમ દ્વારા ગઈકાલે રાત્રે આકસ્મિક રીતે બ્રુક બોન્ડ ગ્રાઉન્ડ પાસેના માર્ગથી ગાંધીનગરના રોડ તેમજ બેડી બંદર રોડ સહિતના માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, તેમજ આસપાસના વિસ્તારમાં કેટલાક રહેણાંક મકાનોમાં પણ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.
ત્યારબાદ બ્રુક બોન્ડ રોડ ઉપરાંત ડીકેવી સર્કલ સહિતના જુદા-જુદા માર્ગો પર પોલીસ દ્વારા સધન વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું, મોડી રાત્રે પોલીસની ઓચિંતી કામગીરીને લઈને અનેક વાહનચાલકો સામે જુદા જુદા ટ્રાફિક નિયમન ભંગ બદલ દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. જયારે કેટલાક ટુવ્હીલર સહિતના વાહનો ડીટેઇન કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી.