Get The App

Video: રાજકોટમાં 350 સાઈલેન્સર થઈ ગયા સાઈલેન્ટ, પોલીસે ફેરવ્યું રોડ રોલર

Updated: Jan 23rd, 2025

GS TEAM


Google News
Google News
Video: રાજકોટમાં 350 સાઈલેન્સર થઈ ગયા સાઈલેન્ટ, પોલીસે ફેરવ્યું રોડ રોલર 1 - image


Rajkot News: રાજ્યમાં મોડીફાઈડ સાઈલેન્સર દ્વારા ધ્વનિ પ્રદુષણ ફેલાવનાર વાહન ચાલકો સામે ગુજરાત પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે રાજકોટમાં પોલીસે છેલ્લા 10 દિવસમાં વાયુ પ્રદુષણ ફેલાવતા મોડીફાઈડ સાઈલેન્સર વાળા 350 બુલેટ ડિટેઇન કરી તેમાંથી સાઈલેન્સર કાઢીને તેના ઉપર રોડ રોલર ફરવીને સાઈલેન્ટ કરી દેવાયા છે. આ ઉપરાંત આ વાહનો ડિટેઇન કરીને RTO દ્વારા લાખો રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.

રાજકોટ શહેરમાં પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ

મળતી માહિતી અનુસાર, રાજકોટમાં શહેરમાં છેલ્લા 10 દિવસથી ખાસ વાયુ પ્રદુષણ ફેલાવતા મોડીફાઈડ સાઈલેન્સર વાળા વાહનો સામે સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરી હતી. પોલીએ દ્વારા આવા બુલેટ તેમજ બાઈક ડિટેઇન કરી મેમો આપી તેમના મોડીફાઈડ સાઈલેન્સર નિકાળી દેવામાં આવ્યા છે. 10 દિવસમાં 350 જેટલા મોડીફાઈડ સાઈલેન્સર મળી આવતા RTO અને શોરૂમના સર્ટીફિકેટ મેળવી કોર્ટના ઓર્ડર સાથે પોલીસ દ્વારા આ તમામ મોડીફાઈડ સાયલેન્સર ઉપર રોડ રોલર ફેરવી દીધુ હતું.

આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલ વધુ એકને ભરખી ગઈ! એન્જિયોપ્લાસ્ટી બાદ 72 વર્ષીય દર્દીનું મોત, પરિજનોનો ગંભીર આક્ષેપ


પોલીસ વાહન ડિટેઇન કરાઈ રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા રાજકોટ શહેરમાં છેલ્લા 10 દિવસથી સ્પેશિયલ ડ્રાઇવ ચાલી રહી છે, જે આખા દેશમાં થઈ રહી છે. મોટર વેહિકલ એક્ટ 52 અને 190 મુજબ મોડીફાઈડ સાઈલેન્સર ઉપયોગ નહીં કરવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. તેના ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા વાહન ડિટેઇન કરી બાદમાં મોડીફાઈડ સાઈલેન્સર અંગે સર્ટિફિકેટ મેળવી બાદમાં તેને નીકાળી તેનો નાશ કર્યો હતો. આ ઉપરાંત યુવાનોને પણ આવા મોડીફાઈડ સાઈલેન્સર ઉપયોગ ના કરે પોલીસનો મોટીવ નિયમનું પાલન થાય તે અને વાયુ પ્રદુષણ અટકાવવાનો હેતું છે, દંડ લેવાનો નથી. પોલીસ વાહન ડિટેઇન કરી રહી છે અને દંડ RTO વસુલ કરી રહી છે.

Video: રાજકોટમાં 350 સાઈલેન્સર થઈ ગયા સાઈલેન્ટ, પોલીસે ફેરવ્યું રોડ રોલર 2 - image


Tags :