ચંચલ રાજપૂતના કૂટણખાનામાં પ્રથમ વખત પોલીસના દરોડા: ભીમરાડના ઇન્ફીનીટી બીઝમાં એમ્બેઝ હોટલમાં પોલીસના દરોડા, 7 થાઇ યુવતી સહિત 14 પકડાયા

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
ચંચલ રાજપૂતના કૂટણખાનામાં પ્રથમ વખત પોલીસના દરોડા: ભીમરાડના ઇન્ફીનીટી બીઝમાં એમ્બેઝ હોટલમાં પોલીસના દરોડા, 7 થાઇ યુવતી સહિત 14 પકડાયા 1 - image




- વેસુ, અલથાણ સહિતના વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશી યુવતીની મદદથી સ્પાની આડમાં કૂટણખાના ચલાવનાર ચંચલ રાજપૂત સહિત પાંચ વોન્ટેડ
- ડીસીપી વિજયસિંહ ગુર્જરને બાતમી મળતા સ્થાનિક પોલીસે નાછુટકે દરોડા પાડયાની ચર્ચા



સુરત

અલથાણ-ભીમરાડ કેનાલ રોડ સ્થિત ઇન્ફીનીટી બીઝ કોમ્પ્લેક્ષમાં એમ્બેઝ હોટલની આડમાં ચાલતા કૂટણખાનામાં દરોડા પાડી પોલીસે સાત થાઇલેન્ડની લલનાને ડિટેઇન કરવાની સાથે શરીરસુખ માણવા આવનાર આઠ ગ્રાહકને ઝડપી પાડી રૂ. 84,500 નો મુદ્દામાલ કબ્જે લીધો છે. જયારે કૂટણખાનું ચલાવનાર પાંડેસરા-ભેસ્તાનના કુખ્યાત ચંચલ રાજપૂત સહિત પાંચને વોન્ટેડ જાહેર કર્યા છે.


અલથાણ-ભીમરાડ કેનાલ રોડ સ્થિત ઇન્ફીનીટી બીઝ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે એમ્બેઝ હોટલમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડયા હતા. પોલીસ હોટલમાં ત્રાટકી ત્યારે અંદરનો નજારો જોય પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

ચંચલ રાજપૂતના કૂટણખાનામાં પ્રથમ વખત પોલીસના દરોડા: ભીમરાડના ઇન્ફીનીટી બીઝમાં એમ્બેઝ હોટલમાં પોલીસના દરોડા, 7 થાઇ યુવતી સહિત 14 પકડાયા 2 - image

હોટલની આડમાં ધમધમતા કૂટણખાનામાં નાના-નાના કેબિન બનાવવામાં આવ્યા હતા અને વિદેશી યુવતીઓ સાથે ગ્રાહકો કંઢગી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે હોટલની આડમાં ચાલતા કૂટણખાનામાં શરીરસુખ માણવા આવનાર ભુપેન્દ્રસીંગ રાજુસીંગ રાજપૂત (ઉ.વ. 40), માનવ વિરેન્દ્ર રાવત (ઉ.વ. 19 રહે. શ્રી રાજ રેસીડન્સી, અડાજણ), નરેન્દ્ર ભદ્વયાભાઇ કોંગારી (ઉ.વ. 24 રહે. સુમન સંગિની, પુણા પાટિયા, સુરત), રીફન કેડા શેટ્ટી (ઉ.વ. 24 રહે. આદર્શ સોસાયટી, ઘોડદોડ રોડ, સુરત), પિન્ટુ બંસીધર શેટ્ટી (ઉ.વ. 22 રહે. ગોવિંદજી પાર્કની સામે, કેવલ સર્કલ, ઉમરા), કૌશીક મુકેશ વઘાસીયા (ઉ.વ. 23 રહે. ઓરેન્જ સ્કાય, પાસોદરા પાટિયા, કામરેજ), રીન્કુકુમાર હરિશંકર ગૌસ્વામી (ઉ.વ. 28 રહે. શીવસાગર રેસીડન્સી, પટેલ નગર, ગોડાદરા) અને પવનન વ્યંકટેશ સન્ના (ઉ.વ. 26 રહે. સહજાનંદ સોસાયટી, ગોડાદરા) ને ઝડપી પાડી રોકડા રૂ. 3500 અને 8 નંગ મોબાઇલ ફોન, કોન્ડોમ વિગેરે મળી કુલ રૂ. 84,500 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જયારે સાત થાઇલેન્ડની લલનાને ડિટેઇન કરી હતી. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં એમ્બેઝ હોટલની આડમાં ચાલતા કૂટણખાનાનો મુખ્ય સંચાલક ચંચલ ઉર્ફે સંજીબ બહાદરુસીંગ રાજપૂત ઉપરાંત વિવેકસીંગ ઉર્ફે પાંડે, કુંદન ઉર્ફે અમરસીંગ, બંટી ઉર્ફે બાબુલાલ મારવાડી અને અતુલ કાલીચરણ ગોયલ છે અને આ તમામને વોન્ટેડ જાહેર કર્યા છે.

વોન્ટેડ ચંચલ રાજપૂત પાંડેસરા-ભેસ્તાનના ભાજપના અગ્રણી કાર્યકરનો ભત્રીજો

ચંચલ રાજપૂતના કૂટણખાનામાં પ્રથમ વખત પોલીસના દરોડા: ભીમરાડના ઇન્ફીનીટી બીઝમાં એમ્બેઝ હોટલમાં પોલીસના દરોડા, 7 થાઇ યુવતી સહિત 14 પકડાયા 3 - image
ચંચલ રાજપૂત પાંડેસરા-ભેસ્તાનના અગ્રણી ભાજપના કાર્યકરનો ભત્રીજો છે અને તેના વિરૂધ્ધ રાયોટીંગ, હત્યાના પ્રયાસ સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે. જો કે આશ્ચર્યની બાબત એ છે કે છેલ્લા ઘણા વર્ષોથી વેસુ, અલથાણ, ઉમરા વિસ્તારમાં સ્પાની આડમાં કૂટણખાનું ચલાવનાર ચંચલ રાજપૂતના સ્પામાં પ્રથમ વખત પોલીસે દરોડા પાડયા હતા અને તેના માટે ડીસીપી વિજયસિંહ ગુર્જરને મળેલી બાતમી કારણભૂત હોવાનું ચર્ચાય રહ્યું છે.


Google NewsGoogle News