જામનગર શહેર-ધુવાવ અને ખટિયા ગામમાં પોલીસના ગઈ રાત્રે જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા
Jamnagar Gambling Crime : જામનગર શહેર ધુંવાવ તેમજ ખટિયા ગામમાં ગઈકાલે રાત્રે પોલીસે જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા પાડ્યા છે, અને પાંચ આરોપીઓની અટકાયત કરી લઈ જુગારનો સામાન કબજે કર્યો છે.
જામનગર શહેરમાં અંબર સિનેમા સામેની ગલીમાંથી જાહેરમાં ચલણી સિક્કાઓ ઉછાળી રૂપિયાની હારજીત કરી રહેલા રતિલાલ વિરજીભાઈ ગોહિલ તેમજ મિતેશ માવજીભાઈ પરમારની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 2,400 ની રોકડ અને સિક્કા કબજે કર્યા છે.
જામનગર નજીક ધુવાવ હાઉસિંગ બોર્ડની કોલોનીમાંથી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી રહેલા સબ્બીર અબ્બાસભાઈ ફકીરની પોલીસ દ્વારા અટકાયત કટી લેવામાં આવી છે, અને તેની પાસેથી રૂપિયા 620 ની રોકડ રકમ તેમજ વરલી મટકાનું સામાન કબજે કરવામાં આવ્યો છે.
જુગાર અંગેનો ત્રીજો દરોડો લાલપુર નજીક ખટીયા ગામમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજીપાના વડે રોનપોલીસ નામનો જુગાર રમી રહેલા મહેન્દ્રસિંહ ઉર્ફે ચકો ભરતસિંહ જાડેજા તેમજ દિલીપ કિશોરભાઈ વાઘેલાની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 950 ની રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.