જામનગર શહેર અને કાલાવડમાં જુગાર અંગે બે સ્થળે પોલીસના દરોડા; આઠની અટકાયત
જામનગર જિલ્લાના કાલાવડ તેમજ જામનગર શહેરમાં ગઈકાલે પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડ્યા છે, અને આઠ શખ્સોની અટકાયત કરી લઈ જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.
કાલાવડ તાલુકાના ધૂન ધોરાજી ગામમાં જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા કેશુભાઈ દેવાભાઈ બાબરીયા, મેઘાભાઈ ખોડાભાઈ મકવાણા, જગદીશભાઈ પાલાભાઈ વાલવા, અમૃતભાઈ ધનજીભાઈ ખીમસુરીયા, અને ધનજીભાઈ દેવાભાઈ ખીમસુરીયા ની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 1,230 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.
આ ઉપરાંત જુગાર અંગે નો બીજો દરોડો જામનગરમાં ત્રણ દરવાજા નજીક આવેલા રિક્ષા સ્ટેન્ડમાં પાડ્યો હતો. જયાં જાહેરમાં જુગાર રમી રહેલા બે રીક્ષા ચાલકો દાઉદ આરીફ ભાઈ ઘાચી અને મહેબુબ અબાભાઈની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 1,420 ની રોકડ રકમ અને ઘોડીપાષા નું સાહિત્ય કબજે કર્યું છે.