જામનગરમાં દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો , આઠ શ્રીમંત નબીરા-વેપારી સહિતના નશાબાજો ઝડપાયા
image : Freepik
Jamnagar Liquor Raid : જામનગરમાં ખંભાળિયા નાકા બહાર જોઇશરના ડેલામાં રહેતા જીત જોઈશર નામના વ્યક્તિના મકાનમાં કેટલાક વેપારી, શ્રીમંત નબીરા સહિતના લોકો એકત્ર થઈને દારૂની મહેફીલ માણી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમીના આધારે સીટી એ.ડિવિઝનના પોલીસ સ્ટાફે દરોડો પાડયો હતો.
આ દરોડા દરમિયાન લોકોને જાણકારી મળી જતા જોઈશરના ડેલાની બહાર મોટી સંખ્યામાં લોકોનો ટોળું એકત્ર થઈ ગયું હતું. જે દરોડા દરમિયાન પોલીસ કેસ નહીં કરવા માટેના પણ કેટલાક લોકોએ ધમપછાડા કર્યા હતા, પરંતુ પોલીસ ટસનીમશ થઈ ન હતી, અને તમામ આઠેય નશાબાજોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી દારૂની સામગ્રી કબજે કરી લીધી હતી.
પોલીસે બનાવવાના સ્થળેથી ધવલ રાજેશભાઈ ફલીયા સહિત 8 નશાબાજોની અટકાયત કરી લીધી છે, અને તમામ સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં દારૂબંધી ભંગ બદલ ગુનો નોંધ્યો છે.
(1) ધવલભાઇ રાજેશભાઇ ફલીયા (ઉ.વ.35 ધંધો વેપાર)(રહે, ખંભાળીયા ગેટ કુંભારવાળો ટંકારીયાવાળી ગલીમાં જામનગર)
(2) શોકતભાઇ ઉમરભાઇ સાયચા (ઉ.વ.37 ધધો મજૂરી)(રહે-બેડીના ઢાળીયા પાસે ચીરાગ ટેલરની સામે જામનગર)
(3) દર્શનભાઇ દીલીપભાઇ મોદી (ઉ.વ.35 ધંધો વેપાર)(રહે નગર ગેટ પાસે જામખંભાળીયા તા.જામ ખંભાળીયા, જી. દેવભુમી દ્રારકા)
(4) પંકજભાઇ દિનેશભાઇ મુંજાલ (ઉ.વ.31 ધંધો મોબાઇલ રીપેરીંગ)(રહે નહેરના કાંઠે ન્યુ સ્કુલની પાછળ એપાયર ટાવરની સામે જામનગર)
(5)રવીભાઇ નવીનભાઈ ગોરી (ઉ.વ.૩૦ ધંધો વેપાર)(રહે દી.પ્લોટ 29 એપાયર ટાવરની સામે જામનગર)
(6) નીલેશભાઇ રાજમલભા માણેક (ઉ.વ.41 ધંધો ખેતી) (રહે મીઠાપુર ટાટા કેમીકલ ટાઉનશીપ ઓલ્ડ મર્ચંટ કોલોની પાંચ રોડ નં.18 તા.જી.દેવભૂમી દ્રારકા)
(7) અનિરૂધ્ધસિંહ રતનસિંહ સરવૈયા (ઉ.વ.49 ધંધો પ્રા. નોકરી)(રહે-જનતા સોસાયટી પાછળ સર્વોદય સોસાયટી મકાન નં.10 જામનગર)
(8) રામભાઇ પરબતભાઇ ઓડેદરા (ઉ.વ.32 ધંધો ખેતી) (રહે દિવ્યમ પાર્ક સોસાયટી શેરી નં.1 ખોડીયાર કોલોની જામનગર)