જામનગર શહેર અને જામજોધપુરમાં પોલીસના જુગાર અંગે પાંચ સ્થળે દરોડા : 24 જુગારીઓ પકડાયા
Jamnagar Glambling Crime : જામનગર શહેર અને જામજોધપુરમાં ગઈરાતે પોલીસે જુગાર અંગે જુદા-જુદા પાંચ સ્થળોએ દરોડા પાડ્યા છે, અને 24 જુગારીઓની અટકાયત કરી લઈ જુગારનો સામાન કબજે કર્યો છે.
જુગારનો પ્રથમ દરોડો જામનગરમાં સલીમ બાપુના મદ્રેસા પાસે પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા સીદીક આમદભાઈ જુણેજા સહિત છ જુગારીઓની પોલીસે અટકાયત કરી લઇ તેવો પાસેથી રૂપિયા 10,050ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.
જામજોધપુરમાં લાડવા શેરીમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા શાંતિલાલ ગીગાભાઈ, પરેશ લક્ષ્મણભાઈ જોશી, કિરીટ મોહનલાલ બગલ, તેમજ ટપુભાઈ કેશુભાઈ આહીર પાસેથી રૂપિયા 13,200 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.
જુગારનો ત્રીજો દરોડો પાણાખાણ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જયાંથી જાહેરમાં જુગાર રમી રહેલા સલીમ કરીમભાઈ મિયાણા સહિત 4 જુગારીઓની અટકાયત કરી છે જામનગર જિલ્લાના ધ્રોલમાં પાડવામાં આવ્યો હતો ત્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ઉત્તમભાઈ સાલીરામભાઈ સિસોદિયા સહીત ચાર આરોપીની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 4760 ની રોકડ કબજે કરી છે.