પેરોલ જમ્પ કરી ફરાર આરોપીને પોલીસે ઝડપી જેલ હવાલે કર્યો
આઠ મહિના અગાઉ પેરોલ પર છૂટયા બાદ પરત ફર્યો ન હતો : ધેધુ ચોકડી પાસેથી પકડાયો
માણસા : વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના ં મર્ડરના ગુનાનો આરોપી મહેસાણા જેલમાં સજા કાપી રહ્યો હતો જે આઠ મહિના અગાઉ પેરોલ પર છૂટયો હતો જે બાદ પરત ફર્યો ન હતો જેને માણસા પોલીસે આઠ મહિના બાદ માણસા તાલુકાના ધેધુ ચોકડી પાસેથી ઝડપી મહેસાણા જેલ હવાલે કરી દીધો છે.
માણસા પોલીસ
ઇન્સ્પેક્ટરે અને સર્વેલન્સ સ્કોવર્ડના તથા ઈટાદરા બીટના માણસો પેટ્રોલીંગમાં હતા
દરમિયાન બાતમી હકિકત મળેલ કે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના ગુનાનો આરોપી જશવંત
ઉર્ફે હરેશ વિષ્ણુભાઈ લાલાભાઇ રાવળ હાલ રહે કાંઠા ગામ હુડકોમાં, રામાપીરના મંદિર
પાસે મૂળ રહે. ઉદલપુર તાલુકો વિસનગર,
મહેસાણા જીલ્લા જેલ ખાતેથી પેરોલ રજા પર છુટી છેલ્લા આઠ મહિનાથી પેરોલ જમ્પ
કર્યો હતો. મહેસાણા જિલ્લા જેલના કાચા કામના કેદીને ધેધુ ચોકડી ખાતે આવેલો હોવાની
હકિકત મળતા હકિકત આધારે આરોપીને શોધી કાઢી પકડી અટક કરી મહેસાણા જિલ્લા જેલ હવાલે
મોકલી આપ્યો હતો.