Get The App

જિલ્લાના પ્રજાસત્તાક પર્વમાં પોલીસ પરેડ હોર્સ અને ડોગના કરતબ આકર્ષણનું કેન્દ્ર

Updated: Jan 24th, 2025


Google News
Google News
જિલ્લાના પ્રજાસત્તાક પર્વમાં પોલીસ પરેડ  હોર્સ અને ડોગના કરતબ આકર્ષણનું કેન્દ્ર 1 - image


ગૃહરાજ્ય મંત્રી સે-૧૧ ખાતે ધ્વજવંદન કરાવશે

કલેક્ટરની ઉપસ્થિતિમાં રિહર્સલ કરાયું : ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ દેશભક્તિની થીમ પર કાર્યક્રમ રજુ કરશે

ગાંધીનગર :  ગાંધીનગરમાં જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની દેશભક્તિના ભાવ સાથે સે-૧૧ રામકથા મેદાન ખાતે ઉજવણી કરવામાં આવશે. રાજ્યના ગૃહમંત્રી દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે ત્યારે આ રાષ્ટ્રીયપર્વનું આજો કલેક્ટરની ઉપસ્થિતિમાં રિહર્સલ કરવાામાં આવ્યું હતું. જેમાં ડોગ તથા હોર્સના કરતબો આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.જ્યારે વિવિધ તંત્ર વિભાગના ટેબ્લો પણ નિકળશે.

૭૬મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સેક્ટર- ૧૧, રામકથા મેદાન ,ગાંધીનગર ખાતે સવારે ૯ કલાકે યોજાનાર છે.આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૃં રીતે યોજાય તે માટેનું રિહર્સલ  કલેકટર મેહુલ કે.દવેની ઉપસ્થિતિમાં  યોજવામાં આવ્યું હતું. કલેકટરેે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા યોજાનાર પરેડ સાથે સાથે જિલ્લાની વિવિધ શાળાના ૩૦૦ થી વધુ બાળકો દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો, જિલ્લાના વિવિધ ખાતાઓ દ્વારા તૈયાર કરેલા ટેબ્લો તથા હોર્સ અને ડોગ સ્ક્વોડના કરતબ પણ નિહાળ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમનાં દિવસે પદાધિકારી-અધિકારીઓ, નાગરીકો વગેરેની બેઠક વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી આ માટેની સુચારૃ વ્યવસ્થા ગોઠવવા માટેની સુચનાઓ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી.

રિહર્સલમાં પુરૃષ પોલીસ ટુકડી, મહિલા પોલીસ ટુકડી, હોમગાર્ડ હથિયારી, એનસીસી કેડેટ્સ, પોલીસ બેન્ડ સહિતની ટૂકડીઓ દ્રારા પરેડ યોજવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીનિવાસી અધિક કલેકટર દિગંત બ્રહ્મભટ્ટ, પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા સહિતના જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Tags :
GandhinagarRepublic-Day

Google News
Google News