નવા કાયદા મુજબ મજબૂત સાયન્ટિફિક પૂરાવા માટે પોલીસ અધિકારીઓને તાલીમ
વડોદરાઃ ભારતીય ન્યાય સંહિતાનો અમલ થયા બાદ ગુનેગારોને વધુમાં વધુ અને ઝડપી સજા કેવી રીતે મળે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને તાલીમ આપવામાં આવી હતી.
પોલીસ કમિશનર દ્વારા યોજાયેલી મીટિંગમાં તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મુખ્ય સરકારી વકીલ સહિત ૧૦ જેટલા સરકારી વકીલ હાજર રહ્યા હતા.જેમાં નવા કાયદા મુજબ નોંધાતા ગંભીર ગુનાની તપાસ દરમિયાન ફોરેન્સિક પૂરાવાનો વધુને વધુ ઉપયોગ ઉપર ભાર મુકાયો હતો.
આ ઉપરાંત વોરંટ અને સમન્સની ઓનલાઇન બજવણી કરવા માટે પણ માહિતી આપવામાં આવી હતી.પોલીસ કમિશનરે પણ નવા કાયદાની તપાસ અને સમય મર્યાદા જેવા મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું.