લાયસન્સ વગરના ડ્રાઇવરની ભરતી કરનારને છાવરતી પોલીસ
ગાડીની ટક્કર વાગતા નીચે પડેલા ૪ વર્ષના બાળક પર ટાયર ફરી વળતા મોત થયું હતું
વડોદરા,ચાર વર્ષના માસૂમ બાળકને ડોર ટુ ડોરની ગાડીના ડ્રાઇવરે કચડી નાંખતા મોત થયું હતું. આ કેસમાં લાયસન્સ નહીં હોવાછતાંય ડ્રાઇવરની ભરતી કરનાર સંબંધિત અધિકારીને પોલીસ છાવરી રહી છે. બનાવને એક મહિનો થવા આવ્યો છતાંય પોલીસ હજી એક જ ગાણુ ગાઇ રહી છે કે, તપાસ ચાલુ છે.
છાણી કેનાલ રોડ ઉપર આવેલા અભયનગરમાં ગત તા.૭ ડિસેમ્બરના રોજ ડોર ટુ ડોર કચરો એકઠો કરતી કોર્પોરેશનની ગાડીના ડ્રાઇવરની નિષ્કાળજીથી ચાર વર્ષના બાળકને ટક્કર વાગતા તે પટકાયો હતો. ગાડીનું પાછળનું ટાયર બાળક પર ફરી વળતા તે કચડાઇ ગયો હતો. બાળકને કમર તથા બંને પગના ઘુંટણ પર ઇજા પહોંચી હતી. સોસાયટીના રહીશો દ્વારા ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસ શોધે તે પહેલા ઘટનાના ત્રણ દિવસ બાદ ડ્રાઇવર દશરથ લલ્લુભાઇ બિલવાલ (ઉ.૨૩, રહે. વુડાના મકાનમાં ખોડિયારનગર) પોલીસ સ્ટેશનમાં હાજર થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં બીએનએસ (ભારતીય નાગરિક સંહિતા)ની કલમ ૧૦૫ (ગેરઇરાદે મૃત્યુ નિપજાવવુ) ઉમેરવા માટે કોર્ટમાં અરજી પણ આપી હતી. ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવવા માટે લાયસન્સ વગરના ડ્રાઇવરની ભરતી કોના ઇશારે થઇ હતી ? આ ભરતી કરવા પાછળ કોની નિષ્કાળજી છે ? તે હજી પોલીસને મળતું જ નથી.જો ડ્રાઇવરે આર.ટી.ઓ.નો ટેસ્ટ પાસ કર્યો હોત તો આટલી બેદરકારી તે ગાડી ચલવવામાં રાખત નહીં. લાયસન્સનો ટેસ્ટ જ એટલા માટે લેવામાં આવે છે કે, તે ચાલક અકસ્માતને નિવારી શકે. પરંતુ